ગુલાબ વાવાઝોડાની અસર વર્તાઈ, આગામી પાંચ દિવસ રાજ્યના આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ…

આજથી આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની સાથે 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુલાબ વાવાઝોડાની સમગ્ર ગુજરાતમાં જોવા મળશે. વાવાઝોડું નબળું પડ્યા બાદ જે સાયક્લોનિક સરક્યુલેશન સર્જાશે તે ગુજરાતમાં વરસાદ લઈને આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, એક સાયકલોનિક સરક્યુલેશન મધ્યપ્રદેશના નોર્થવેસ્ટ પર સર્જાયું છે. તેના કારણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ધોધમાર વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ કહ્યું કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. તેમાં પણ ખાસ કરીને તા.28-29ના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.

27 સપ્ટેમ્બરના રોજ દમણ અને દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. જ્યારે આણંદ, દાહોદ, મહીસાગર, બનાસકાંઠા, છોટાઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

28 સપ્ટેમ્બરના રોજ દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, કચ્છ, દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. જ્યારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

29-30 સપ્ટેમ્બરના રોજ દમણ અને દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, કચ્છ, દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. જ્યારે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, ડાંગ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. તેમજ આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, રાજકોટ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

1 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, ગુજરાતના તમામ જિલ્લાઓ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. જ્યારે સુરત, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *