સુરત : કાપોદ્રાના ત્રણ કોન્સ્ટેબલો સામે ગુનો દાખલ કરવા પોલીસ કમિશનરનો આદેશ…

આ ઘટના સુરત શહેરમાંથી સામે આવી છે. તારીખ 16 જુલાઇના રોજ નરદિંપસિંહ નામનો યુવાન સીમાડા ખાતે આવેલી તેની દુકાન બંધ કરતો હતો. તે સમયે કેટલાક પોલીસવાલા એક ગરીબને ધમકાવી રહ્યા હતા. ત્યારે તેણે આ મામલે પોલીસને રોકવાનો પ્રયત્ન કર્યો હતો.

પોલીસને રોકવાનો પ્રયત્ન કરતાં પોલીસ ગુસ્સે ભરાઈ હતી. ત્યારબાદ આ યુવક પર થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરી ફટકા માર્યા હતા. તે યુવકને લોહીલૂહાણ કરી નાખ્યો હતો. આ સમગ્ર ઘટના મામલે પોલીસ કમિશનર અજય તોમરે આરોપીઓ સામે ગુનો દાખલ કરવા માટે આદેશ આપ્યો છે.

મળતી માહિતી મુજબ, શેલુભા તેગુભાઇ ગોહિલ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદી શેલુભા નાના વરાછા જલારામ સોસાયટીમાં રહે છે. તેમના જણાવ્યા મુજબ, તેમનો દિકરો નરદિપસિંહ સીમાડા ખાતે આવેલી અંજની સ્ટીલમાંથી તેમની દુકાન બંધ કરીને નીકળતો હતો. તે દરમિયાન પાંચથી સાત પોલીસવાળાઓ કોઇ ગરીબને ધમકાવી રહ્યા હતા.

તે સમયે નરદીપસિંહ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેણે આવું નહીં કહેવા પોલીસને જણાવતા નરદીપસિંહને પાંચથી સાત પોલીસવાળાઓએ ઘેરીને તેના મોંઢામાં દંડો નાખી દીધો હતો. આ ઉપરાંત બે પગ પર પોલીસવાળાઓ ઉભા રહીને તેને થર્ડ ડિગ્રી આપી હતી.

આ ઉપરાંત પોલીસે નરદિપસિંહનો ફોન પણ પડાવી લીધો હતો. આ સમગ્ર ઘટનાની જાણ તેના પિતા શેલુભાને થતાં તેઓ કાપોદ્રા પોલીસ ચોકીએ ગયા તો પીએસઆઇ અને કોન્સ્ટેબલોએ તેમને પણ ગાળો આપી હતી.

ત્યાર બાદ આ મામલે પોલીસ કમિશનર અજય તોમરને ફરિયાદ કરવામાં આવતા દિલીપ ડી રાઠોડ, સંજય વણજારિયા, જય, હરદિપસિંહ સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *