સુરત : CAની વિદ્યાર્થીની થઈ ગુમ, ત્યાર પછી તેના પિતા પર એવો ફોન આવ્યો જે જાણી ચોંકી જશો…
સુરતના વરાછા વિસ્તારની એક વિદ્યાર્થિની ગુમ થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. CAનો અભ્યાસ કરતી 20 વર્ષની દિકરી ગાયબ થવાની ઘટના બાદ પરિવાર હેરાન-પરેશાન થઈ ગયો છે. બુધવાર સાંજના સમયે યુવતી બુક લેવાના માટે ઘરની બહાર નીકળી હતી. જે બાદ તે ધરે પરત પહોંચી નથી.
આ કિસ્સો સુરતના વરાછા વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં CAમાં અભ્યાસ કરતી એક યુવતી અચાનક જ ગુમ થઈ ગઈ છે. યુવતીના ગુમ થયા બાદ તેના પિતાને આરોપીએ ફોન કરી 10 લાખ રૂપિયાની ખંડણીની માંગ કરી હતી. આ સમગ્ર ઘટના બાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
ઘટનાની જાણ પોલીસને થતા તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીના બોયફ્રેન્ડના ઘરે પોલીસ પહોંચી હતી. જે બાદ જાણવા મળ્યું કે, બોયફ્રેન્ડ પણ મોબાઈલને ઘરે રાખી ક્યાંક ગુમ થઈ ગયો છે. હવે પોલીસ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો, CAનો અભ્યાસ કરતી અને એક રત્નકલાકાર પિતાની 20 વર્ષની દિકરી ઘરેથી બૂક લેવા નીકળી હતી. ત્યારબાદ તે ઘરે પરત ન ફરતા પરિવારે તપાસ શરૂ કરી હતી. ગાયબ થયાના થોડા કલાકો બાદ રત્નકલાકાર પિતાને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં તેની પાસે 10 લાખ રૂપિયાની ખંડણીની માંગ કરાઈ હતી.
આ ઉપરાંત આરોપીએ યુવતીના પિતાને ધમકી પણ આપી હતી કે, જો દીકરીને સાજી-સારી જોઈતી હોયતો પોલીસને જાણ કરવી નહીં. પોલીસ દ્વારા દીકરીના પિતા પર આવેલા ફોનની તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં ત્રણ વખત ખંડણી માટે અલગ-અલગ નંબરથી ફોન આવી ચૂક્યા છે.
બુધવાર સાંજના સમયે ઘરેથી નીકળ્યા બાદ દીકરીનો કોઈ પતો નથી. પોલીસ પણ કેસની પાછળ પડી ચૂકી છે. અલગ અલગ ટીમની રચના કરીને સમગ્ર એન્ગલથી તપાસ શરૂ કરી દેવાઈ છે. સીસીટીવી કેમેરાની પણ તપાસ કરવામાં આવી છે. જેમાં કેટલાક દ્રશ્ય દેખાયા છે. યુવતી હીરાબાગ શાકભાજી માર્કેટથી કાપોદ્રા પોપડા સુધી દેખાઈ છે.
મળતી માહિતી મુજબ, યુવતી કાપોદ્રામાં રહેતા એક યુવક સાથે અગાઉ પ્રેમ સંબંધ હતી. આ યુવક પણ હાલ પોતાના ઘરે હાજર નથી. આ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. શું બંને લોકો સાથે ભાગી ગયા છે. તેની પણ તપાસ થઈ રહી છે. કે પછી આ ઘટનાને ખંડણીના બહાને નવું રૂપ આપવાની કોશિશ થઈ રહી છે.