જુઓ, પાટીદાર સમાજનું ગૌરવ તેવા નરેશભાઈ પટેલે કઈ રીતે ઉજવ્યો પોતાનો 56મો જન્મદિવસ…
ખોડલધામ ટ્રસ્ટનાં સ્વપ્નદ્રષ્ટા તથા સ્થાપક પ્રમુખ નરેશભાઇ પટેલનો આજે 56મો જન્મદિવસ છે. સદજ્યોતા ટ્રસ્ટનાં સેવાવ્રતી ચેરમેન શ્રી નરેશભાઈ પટેલનાં જન્મદિવસની આજે સીમાચિન્હ સ્વરૂપી ઉજવણી થઈ હતી. તેમણે સમગ્ર ગુજરાતમાં 5 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને સફળતા પૂર્વક ઉછેર કર્યો છે.
ગુજરાતના સૌથી મોટા વૃદ્ધાશ્રમ કે જેમાં 275 વડીલો છે. તેવા સદભાવના વૃદ્ધાશ્રમના પ્રમુખ અને ગુજરાત સરકારનો ‘વન પંડિત’ એવૉર્ડ વિજેતા વિજયભાઈ ડોબરિયાના સથવારે આજે નરેશભાઈ પટેલે 10,000 વૃક્ષોનું વાવેતર કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.
તેમજ આગામી વર્ષોમાં મિયાવાકી જંગલ સ્વરૂપે રંગપર, વિપશ્યના તપોભૂમિ ખાતે આ વૃક્ષોના ઉછેરની પણ સંપૂર્ણ જવાબદારી લીધી છે.નરેશભાઈ પટેલે આજે થોડાં વૃક્ષોનું પ્રતીકાત્મક વાવેતર પણ કર્યું હતું. આ અંગે સંપૂર્ણ તકનીકી માર્ગદર્શન નિવૃત ફોરેસ્ટ અધિકારી વરસાણી સાહેબનું પ્રાપ્ત થઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે વરસાણી સાહેબ આ પ્રકારના અનેક મિયાવાકી જંગલોના નિર્માણમાં નિયમિત બન્યા છે. આ મિયાવાકી જંગલની પણ સંપૂર્ણ દેખરેખ વરસાણી સાહેબ જ કરવાના છે. આ પ્રસંગે નરેશભાઈના પરિવાર જનો ડો.ડાહ્યાભાઈ પટેલ, શિવરાજ નરેશભાઈ પટેલ, જગદીશભાઈ ડોબરીયા અને પ્રકાશભાઈ પીપળીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

નરેશભાઈ પટેલે 10,000 વૃક્ષોનું વાવેતર કરી પોતાના જન્મદિનની ઉજવણી કરી હતી. વૃદ્ધાશ્રમના સથવારે આ 10,000 વૃક્ષોનું મિયાવાકી જંગલ સ્વરૂપે ઉછેર પણ કરશે. આ ઉપરાંત આજે હજારો યુવાનોએ સમગ્ર ગુજરાતમાં રક્તદાન કરી નરેશભાઈ પટેલના જન્મદિનને ફૂલડે વધાવ્યો છે.