નદીનું પાણી ઘરમાં ઘૂસ્યું, સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ધોધમાર વરસાદ… – જુઓ વિડિયો

ગુજરાતમાં ચોમાસું નવસારી પર સ્થિર થઇ ગયુ છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી મેઘ મહેર થઇ રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 35 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ વલસાડ જિલ્લાના ઉમરગામમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ સાથે સુરતના ઓડપાડ, વાલીઆ, ડાંગ-આહવામાં 10 એમએમ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

વલસાડના લગભગ તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગે આજે સવારે 10 વાગ્યા સુધીમાં 11 જિલ્લામાં વરસાદ નોંધાશે તેમ પણ જણાવ્યુ છે. જેમા ત્રણ જિલ્લામાં તો ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતના 35 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 2.64 ઇંચ, વલસાડમાં 2.24 ઇંચ, સુરતના પલસાણા આને જલાલપોરમાં 1.4 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે નવસારી, વાપી, પારડી, ચીખલીમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ચોમાસું લોકોને રાહ જોવડાવી રહ્યું છે. તરઘડિયા હવામાન વિભાગે આજનું બુલેટિન જાહેર કર્યું છે. અમરેલી જિલ્લામાં આજે વરસાદની શક્યતા છે. તેમજ સૌરાષ્ટ્રનાં અન્ય જિલ્લામાં વાદળછાયું વાવેતર રહેવાની શક્યતા છે. અમરેલી જિલ્લામાં 12મીમી વરસાદ પડવાની 29 શક્યતા છે.20 તારીખના રોજ વરસાદ પડવાની શક્યતા છે. પવનની ઝડપ પ્રતિ કલાકે કિમીની રહેશે. અમરેલી જિલ્લામાં આગામી તારીખ 20 થી 23 દરમિયાન સુકુ ગરમ અને વાદળછાયુ હવામાન લેવાની શક્યતાઓ છે.

જામનગર જિલ્લામાં આગામી તારીખ 20 થી 23 દરમિયાન  ગરમ અને મધ્ય વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે તેમજ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદ અથવા ઝાપટા પડવાની શક્યતા છે. મોરબી જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 34 કિમીની રહેવાની શક્યતા છે. મોરબી જિલ્લામાં આગામી 20 થી 23 દરમિયાન સૂકું ગરમ અને અશાંત થી મુખ્યત્વે વાદળછાયો વાતાવરણ રહેવાની શક્યતા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 36 કિમીની રહેવાની શક્યતા છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 20 થી 23 દરમિયાન સુકુ અને વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 2 મીમી વરસાદ પડવાની શક્યતા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પવનની ઝપડ પ્રતિ કલાકે 30 ની રહેવાની શક્યતા છે. 20 થી 23દરમિયાન ગરમ સૂકું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *