ઘરની બહાર નીકળતા પહેલા વાંચી લેજો, 24 અને 25 તારીખમાં ભારે આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી…

આજે પણ ગુજરાતમાં ભીષણ ગરમીની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 2 દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં 4 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠામાં ગરમ અને ભેજવાળા પવન ફુકાઈ શકે છે. ત્યારે ગરમી અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.

ગરમીને લઇ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમના મતે, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે. 24 અને 25મી મેના દિવસો વધુ ગરમ પડી શકે છે. 24, 25 મેએ ઘણા વિસ્તારોમાં પારો 46 ડિગ્રીએ પહોંચી શકે છે. કચ્છના ભાગોમાં ગરમીમાં વધારો થશે.

અંબાલાલ પટેલનું વાવાઝોડા અને ચોમાસા પર અનુમાન સામે આવ્યું છે. અંબાલાલ પટેલના મતે બંગાળનો ઉપસાગર વલોવાશે. આ વખતે વાવાઝોડા, આંધી, વંટોળ વધુ જોવા મળશે. 7 જૂન થી 14 જૂનમાં ફરી આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા છે.

7 જૂન આસપાસ સમુદ્રમાં કરંટ જોવા મળી શકે છે. 18 થી 25 જૂન ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જૂનમાં ફરી આંધી, વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કાચા મકાનોના છાપરાં ઉડે તેવો પવન ફૂંકાઇ શકે છે. ગાજવીજ, આંધી સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે.

નોંધનીય છે કે, આગઝરતી ગરમીમાં રાજ્ય શેકાયું છે. ગુજરાતના 15 થી વધુ શહેરમાં પારો 40 ડિગ્રીને પાર ગયો છે. 3 શહેરમાં ગરમી 45 ડિગ્રીને પાર નોંધાયો છે. 45.9 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *