‘લાપસીના આંધણ મૂકી દેજો’, અંબાલાલ પટેલે તારીખ સાથે કરી વરસાદની આગાહી, જાણો ક્યારે આવશે ચોમાસુ…

રાજ્યમાં હાલ માત્ર દિવસે જ નહીં પરંતુ રાતે પણ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. પાંચ દિવસ સુધી ગરમીમાં થોડો થોડો વધારો નોંધાશે તેમ પણ જણાવ્યુ છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી એટલે કે, 21મી મેછી વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે સોમવારે ગુજરાતમાં પાંચ દિવસના હવામાન અંગેની આગાહી કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતમાં પાંચ દિવસ માટે છૂટાછવાયા સ્થળો પર હીટવેવનું અનુમાન છે.

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીગનગર, આણંદ, સુરત, વલસાડ આ સાથે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપાવમાં આવ્યું છે. આ સાથે અમરેલી અને સાબરકાંઠામાં પાંચ દિવસ યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. આગામી પાંચ દિવસ માટે રાજકોટ અને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રામાશ્રય યાદવે બે દિવસ વોર્મ નાઇટની પણ આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે, આજે ભાવનગર, અમદાવાદ અને વડોદરામાં વોર્મ નાઇટની વોર્નિંગ આપવામાં આવી છે. આગામી પાંચ દિવસ માટે મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. સોમવારે અમદાવાદમાં 44.9 ગાંધીનગરમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે આજે આ બંને શહેરોમાં 45 ડિગ્રી તાપમાન જવાની આગાહી આપવામાં આવી છે.

તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખાસ વાતચીતમાં જણાવ્યુ છે કે, કાળઝાળ ગરમી પડી રહી છે પરંતુ 21 મે બાદ ગરમીમાંથી રાહત મળશે. આ સાથે જ, પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે. 21 મે બાદ હવામાનમાં પલટો આવશે. 24 તારીખે વાદળછાયું વાતાવરણ રહેશે. 26 થી 30 મેના વરસાદ થશે, ત્યારબાદ 4 જૂન સુધી વરસાદ ચાલુ રહેશે.

આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 26થી 30 મેના રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. ત્યાર બાદ 4 જુન સુધી વરસાદ ચાલુ રહેશે. જો રોહિણી નક્ષત્રની શરુઆતમાં વરસાદ થાય તો 72 દિવસનું વાયરુ ફુંકાય અને જો બીજા ત્રણ દિવસમાં વરસાદ થાય છે તો એટલા દિવસ વાયરામાં ઘટે છે. પરંતુ રોહિણી નક્ષત્ર ઉતરતા વરસશે તો સારો વરસાદ થવાની શક્યતા રહે છે. આ વખતે રોહિણી ઉતરતા વરસાદ થવાની શક્તા રહેશે. એટલે ચોમાસું સમયે આવવાની શક્યતા રહેશે.

અરબ સાગરમાં મેના અંત અને જુનની શરુઆતમાં વાવાઝોડુ થવાની શક્યતા રહેશે. 8 જુનથી દરિયામાં પવન બદલાશે અને તેજ પવન ફુંકાશે. જે બાદ મૃર્ગશિષ નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 17 થી 28 જુનમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાનુ અનુમાન છે. આ વખતે તેજ ગતીના પવન રહેશે. જુલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ થશે અને ચોમાસું સારુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *