સુરતીઓ માટે નવું નજરાણું, પાલ-ઉમરા બ્રિજ, આજે થશે લોકાર્પણ…-જુઓ તસવીરો

સુરતને બ્રિજ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. સુરતમાં વસ્તી વધારે હોવાને કારણે ટ્રાફિક જામના પ્રશ્નો વારંવાર ઉભા થતા જ રહે છે. તેના કારણે ઓવરબ્રિજ બનાવવામાં આવે છે. ત્યારે વધુ ઓવરબ્રિજ સુરત ખાતે તૈયાર થયો છે.

પાલ-ઉમરા બ્રિજ તૈયાર થઈ ગયો છે. તેનું આજે લોકાર્પણ થવાનું છે. તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત ખાતે પહોંચી ગયા છે.

સુરતમાં તાપી નદી પરનો 14મો પુલ બનશે. આ પુલથી 10 લાખ લોકોને લાભ થશે. આ પુલ તાપી ઉપર થઈને અડાજણ વિસ્તારને જોડે છે. અથવાલાઈન્સ, નાનપુરા, ચોક બજાર, ઉમરા અને અન્ય વિસ્તારોને જોડશે.

કેબલ બ્રિજ પર ટ્રાફિકનો ભારણ ઘટાડવા માટે આ પુલ તૈયાર કરવામાં આવ્યો છે. અથવાલાઈન્સ, પાલ, ઉમરા, એરપોર્ટ, રાંદેર જવા આવવા માટે આ બ્રિજ ખૂબ જ ઉપયોગી બનશે.

પાલ-ઉમરા બ્રિજનું આજે લોકાર્પણ થવાનું છે. તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત આવી પહોંચ્યા છે. બ્રીજનું લોકાર્પણ કર્યા બાદ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે મીટિંગ કરી અમદાવાદ જવા માટે રવાના થવાના છે.

આ બ્રિજ તૈયાર થતા સુરતીઓને ઘણો લાભ થશે. પાલ થી ઉમરા, અથવાલાઈન્સ, રાંદેલ અને એરપોર્ટ ઝડપથી પહોંચી શકાશે. આ ઉપરાંત ટ્રાફિક જામ પણ ઓછું થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *