સુરત : વરાછાના માતાવાડી વિસ્તારમાં લારીવાળા અને દબાણખાતાના અધિકારી વચ્ચે માથાકૂટ… – જુઓ વિડિયો

સુરત માંથી આવી ઘટનાઓ અવારનવાર સામે આવતી જ રહે છે. ત્યારે આજે માતાવાડી વિસ્તારમાં લારીવાળા અને દબાણખાતાના અધિકારી વચ્ચે માથાકૂટ સાર્જાઈ હતી. આ માથાકૂટને લઇને ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યારબાદ દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

માથાકૂટ દરમિયાન જાહેર રસ્તા પર મારામારી પણ થઇ હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. કોરોના કાળમાં નિયમો ને વધુ કડક બનાવવામાં આવ્યા છે. તેની અસર લોકોના ધંધા પર જોવા મળી રહી છે. જે લોકો રોજનું રોજ કમાતા હોય તે લોકોની સ્થિતિ કફોળી બની છે.

કોરોના મહામારીના સમયમાં રોડ પર પાથરણા કરી શાકભાજી અને ફ્રુટ વહેચતા લોકોને રોજ દબાણખાતાની હેરાનગતીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમ્યાન અવાર નવાર ઘર્ષણના બનાવો પણ સામે આવી રહ્યા છે. ત્યારે આવી જ એક વધુ ઘટના સુરતમાં સામે આવી છે.

સુરતમાં વરાછાના માતાવાડી વિસ્તારમાં કેળાની લારી ચલાવતા લોકો અને દબાણખાતાના અધિકારીઓ વચ્ચે માથાકૂટ થઇ હતી. ત્યાર બાદ જાહેરમાં મારામારી પણ થઇ હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો.

જાહેરમાં થયેલી મારામારીની આ ઘટનાને પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યાર બાદ કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *