હવામાન વિભાગની આગાહી : આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ…

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. અત્યાર સુધીમાં રાજ્યમાં મોસમનો સરેરાશ 311.82 મી.મી. વરસાદ નોંધાયો છે. રાજયમાં પાછલા ત્રીસ વર્ષની સરખામણીએ 37.12 ટકા જ વરસાદ વરસ્યો છે.

કૃષિ વિભાગના અધિકારીએ કહ્યું કે, શરૂ વર્ષે અંદાજીત 78.83 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. જે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 92.15 ટકા છે. સિંચાઇ વિભાગના અધિકારીએ કહ્યું કે, સરદાર સરોવરમાં હાલ 45.48 ટકા પાણી છે.

રાજયના 206 જળાશયોમાં કુલ 47.63 ટકા જ પાણી છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર 8 જળાશય છે. જ્યારે 7 જળાશય એલર્ટ ૫ર છે. તેમજ વોર્નીગ ઉ૫ર 10 જળાશયો છે. ત્યારે ચોમાસા અંગે તમામ ૫રિસ્થિતિઓને ૫હોંચી વળવા અઘિકારીઓ સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું તંત્રએ જણાવ્યું છે.

ગુજરાતમાં આગામી સમયમાં વરસાદ ખેંચાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આવા સમયે ખેડૂતો માટે આ કપરો સમય છે. ખેડૂતોના પાક સુકાઈ રહ્યા છે. આ સ્થિતિમાં ખેડૂતો સરકાર સામે સિંચાઈના પાણીની માગ કરી રહ્યા હતા.

જો કે હવે સરકાર દ્વારા એક ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના 39 જળાશયોમાંથી 9.5 લાખ એકર જમીનને સિંચાઈનું પાણી આપવાનો સરકારે નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયને કારણે રાજ્યમાં કુલ પાંચ લાખ હેક્ટર જમીનને સિંચાઇના પાણીનો લાભ મળશે.

ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા સહિત ખેડૂતોએ સરકારની આ ખેડૂતલક્ષી વિચારધારાનું સ્વાગત કર્યું છે. પણ સાથે સાથે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આશીર્વાદ સમાન કલ્પસરની યોજનાને વહેલીતકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ પણ કરી છે.

મહત્વનું છે કે, આ વર્ષે વરસાદ ઓછો પડયો હોવાને કારણે ખેડૂતોની ચિંતા દિવસેને દિવસે વધી રહી છે. જેને કારણે સરકાર ખેડૂતલક્ષી નિર્ણયો આગામી સમયમાં લેવામાં આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *