વીજળીના કડાકા…ભારે પવન… ગુજરાતના આ વિસ્તારોને આગામી 7 દિવસ સુધી ઘમરોળશે વરસાદ…

રાજ્યભરના લોકો હાલ આકરી ગરમી સાથે ભયાનક બફારાનો પણ અનુભવ કરી રહ્યા છે. તમામ લોકોના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે હવે રાજ્યમાં મેઘમહેર ક્યારે થશે? મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા લોકોને ઠંડક પહોંચે તેવી આગાહી સ્થાનિક હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, ગુજરાતમાં હવે સાઈક્લોનિક સર્કુલેશન સક્રિય થઈ ગયું છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી જોવા મળશે. આ સાથે જ કેટલાક ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે.

તેમણે જણાવ્યું કે,  ગુજરાતમાં 15 જૂનથી સત્તાવાર રીતે વરસાદ શરૂ થશે, આગામી 7 દિવસ સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ પડશે. જે મુજબ 7 જૂનના રોજ એટલે કે આજે ગુજરાતના રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદ થવાની સંભાવના છે. તો 8 જૂને અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, નર્મદા, તાપી, ડાંગ, દાહોદ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે.

9 જૂને ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ, સુરત, પંચમહાલમાં વરસાદની આગાહી છે. જ્યારે 10 જૂને નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ, સુરત, પંચમહાલ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથમાં વરસાદ પડી શકે છે.

અરવલ્લી, મહિસાગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ, સુરત, પંચમહાલમાં 11મી જૂને વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 12મી જૂને રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ, સુરત, પંચમહાલમાં વરસાદની આગાહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *