છત્રી કાઢી રાખજો, અંબાલાલ પટેલે કહ્યું- જો આવું થશે તો ગુજરાતમાં ચોમાસુ ભુક્કા કાઢી નાખશે…

આધિનિક ટેક્નોલોજીમાં સેટેલાઈટ અથવા તો અલગ અલગ મોડલ પરથી વાતાવરણ કેવુ રહેશે તેનુ અનુમાન લગાવતા હોય છે. પરંતુ નક્ષત્ર અને પવનની દિશા પરથી પણ વર્તારો કાઢવામાં આવે છે. હોળીની જાર, અખાત્રીજનો પવન પરથી ચોમાસું સારું રહેવાના સંકેત છે. ત્યારે નક્ષત્ર પરથી પણ વર્તારો કાઢવામાં આવતો હોય છે. રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો ચોમાસું કેવુ રહેશે તેના પરથી અંબાલાલ પટેલે પૂર્વાનુમાન જાહેર કર્યુ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ છે કે કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે ગરમી માંથી રાહત મળશે. પ્રી મોનસુન એક્ટિવિટીની શરુઆત થશે. 21 મે બાદ હવામાનમાં પલટો આવશે.  24માં વાદળ છાયુ વાતાવરણ રહેશે.

26 થી 30 મેના રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. ત્યાર બાદ 4 જુન સુધી વરસાદ ચાલુ રહેશે. જો રોહિણી નક્ષત્રની શરુઆતમાં વરસાદ થાય તો 72 દિવસનું વાયરુ ફુંકાય અને જો બીજા ત્રણ દિવસમાં વરસાદ થાય છે તો એટલા દિવસ વાયરામાં ઘટે છે.

પરંતુ રોહિણી નક્ષત્ર ઉતરતા વરસશે તો સારો વરસાદ થવાની શક્યતા રહે છે. આ વખતે રોહિણી ઉતરતા વરસાદ થવાની શક્તા રહેશે. એટલે ચોમાસું સમયે આવવાની શક્યતા રહેશે. અને વરસાદ સારો થવાના અનુમાન છે.

અંબાલાલ પટેલે વધુમા જણાવ્યુ છે કે 24 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થશે. અને દક્ષિણ પૂર્વિય તટ પર 30 મે સુધીમાં વાવાઝોડુ સક્રિય થશે. અને વાવાઝોડાની પવનની ગતી તેજ રહેશે. અરબ સાગરમાં મેના અંત અને જુનની શરુઆતમાં વાવાઝોડુ થવાની શક્યતા રહેશે. 8 જુનથી દરિયામાં પવન બદલાશે અને તેજ પવન ફુંકાશે. જે બાદ મૃર્ગશિષ નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

17 થી 28 જુનમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાનુ અનુમાન છે. આ વખતે તેજ ગતીના પવન રહેશે. જુલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ થશે અને ચોમાસું સારુ રહેશે. 28 મેથી વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ આ નિયમિત ચોમાસું કહી ન શકાય. હવામાનના આંકલણ બાદ નિયમિત ચોમાસાની ગણતરી થતી હોય છે. જોકે ચોમાસું બેસે તે પહેલા પ્રી મોનસુન એક્ટિવિટીના કારણે વરસાદ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *