સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી…

ચોમાસાની શરૂઆતમાં ખૂબ સારો એવો વરસાદ પડ્યો હતો. પરંતુ વરસાદે વિરામ લેતા લોકો બફારાથી ત્રાસી ગયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ત્રણ સપ્તાહ બાદ રાજ્યમાં ફરી મોનસુનની એન્ટ્રી થશે. છેલ્લા કેટલાક સમયથી લોકો વરસાદની રાહ જોઇ રહ્યા હતા. તેના માટે આ સમાચાર રાહતના કહી શકાય.

આવતી કાલથી રાજ્યમાં મંદ પડેલુ ચોમાસુ ફરી એક વખત સક્રિય બનશે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. ગુજરાતમાં વાવાઝોડા દરમિયાન સારો એવો વરસાદ પડ્યો હતો. પરંતુ વરસાદે વિરામ લેતા બફારાથી લોકો ત્રાસી ગયા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલથી અમદાવાદ, આણંદ, મહીસાગર, ખેડા, પંચમહાલ અને દમણમાં વરસાદ પડી શકે છે. આ તમામ વિસ્તારોમાં હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેને કારણે વરસાદ પડવાની શક્યતા વધારે છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત 12 જુલાઈના રોજ નર્મદા, ડાંગ, તાપી, સુરત અને ભરૂચમાં ભારે વરસાદ જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અહીં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે.

13 જુલાઈના રોજ આણંદ, સુરત, ભરૂચ, ભાવનગર, વલસાડ અને દમણમાં અતિભારે વરસાદ જ્યારે દાહોદ, પંચમહાલ, બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે.

20 દિવસ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ફરી એક વખત આશા બંધાઈ છે. કારણ કે જો વધારે વરસાદ પડશે તો કપાસ અને મગફળી સહિતના પાકોને મોટો ફાયદો થશે. અમરેલી શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ પડવાની આગાહી છે. અમરેલી શહેરના નાના ભંડારીયા, વિઠ્ઠલપુર, ખંભાળીયા, ફતેપુર, લીલીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *