દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, શહેરમાં બે કલાકમાં સાડા 8 ઇંચ વરસાદ પડતા લોકોની હાલત થઈ ખરાબ…

વલસાડની નજીક આવેલ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેના પગલે ચારેય બાજુ પાણી પાણી ફરી વળ્યા છે. દમણમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાડા નવ ઇંચ વરસાદ પડતા લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે.

આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી અને ઉમરા ગામમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ધોધમાર વરસાદને કારણે ચારે બાજુ જળભરાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વલસાડમાં બે કલાકમાં સવા 8 ઇંચ વરસાદ ખાબક્યો છે.

વલસાડ વાપીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ઉમરા ગામ વિસ્તારમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. જેના કારણે લોકોને ગંભીર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે.

વલસાડ જિલ્લામાં સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે વલસાડ ધરમપુર રોડ પર એક વૃક્ષ ધરાશાયી થતાં મુખ્ય માર્ગ બંધ થઇ ગયો છે. પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ઝાડને હટાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

કપરાડામાં 1.4 ઇંચ, ધરમપુરમાં 3 ઇંચ, પારડીમાં 1.46 ઇંચ, વલસાડમાં 4.30 ઇંચ અને વાપીમાં 6.30 ઇંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે નવસારી અને વલસાડમાં ગઈ કાલ રાતથી જ ધોધમાર વરસાદ ચાલુ થયો છે. નવસારીમાં ધોધમાર વરસાદને કારણે મીઢોળા નદીમાં પાણીનું સ્તર વધતા ગણદેવી અને બીલીમોરાને જોડતો પુલ પાણીમાં ગરકાવ થઇ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *