સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી…

ચોમાસાની શરૂઆતમાં ખૂબ જ સારો વરસાદ પડયો હતો. પરંતુ ત્યારબાદ વરસાદે વિરામ લીધો હતો. હવે ફરી એક વખત વરસાદે રાજ્યમાં એન્ટ્રી કરી છે. અષાઢ માસની શરૂઆતથી જ રાજ્યમાં જમાવટ કરશે ચોમાસુ. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં અત્યાર સુધી 4.90 ઇંચ સાથે મોસમનો સરેરાશ 14.84 ટકા જ વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો આગામી ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

કયા જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે એટલે કે 11 જુલાઇ 2020ના રોજ નવસારી, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, અમરેલી અને ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત સોમવાર એટલે કે 12 જુલાઇ 2020ના રોજ નવસારી, વડોદરા, તાપી, સુરત, ડાંગ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, વડોદરા, નર્મદા, ભરૂચમાં ધોધમાર વરસાદ પડી શકે છે.

મંગળવાર 13 જુલાઇ 2020ના રોજ સુરત, નવસારી, વલસાડ, જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, આણંદ, અરવલ્લી, મહીસાગર, નર્મદા, ભરૂચ, પોરબંદર, અમરેલી, બોટાદમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

સુરતમાં આગામી ચાર દિવસ દરમિયાન મધ્યથી ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારાએ પણ આગાહી કરવામાં આવી છે કે, 21 જુલાઇ સુધી સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *