ગુજરાત સરકારે રાત્રી કર્ફ્યુ અને લગ્ન સમારોહને લઈને કર્યો મોટો નિર્ણય, જાણો શું બહાર પાડ્યું જાહેરનામું?

ગુજરાત સરકારે આજે રાત્રી કર્ફ્યુને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. આવતીકાલથી જાહેરનામાનો અમલ કરવામાં આવશે. રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ માટે વધુ એક કલાકની છુટ આપવામાં આવી છે. હવે રાત્રે 11:00 થી સવારે 06:00 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ રહેશે.

આ ઉપરાંત ગણેશ ઉત્સવને લઇને પણ એક મહત્વનો નિર્ણય કર્યો છે. આ વર્ષે ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટની પ્રતિમાની સ્થાપના કરી શકાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રચાયેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના 8 મહાનગરમાં રાત્રી કર્ફ્યુની સમય મર્યાદામાં એક કલાક નો ઘટાડો કરાયો છે.

31 જુલાઈથી રાત્રે 11:00 થી સવારે 06:00 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ રહેશે. રાજ્યના 8 મહાનગરરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. રાજ્યમાં કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો થતા આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત જાહેર કાર્યક્રમમાં 200 લોકોની જગ્યાએ 400 લોકો હાજર રહી શકશે. જો બંધ હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતાના 50 ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં સમારોહનું આયોજન કરી શકાશે.

આ તમામ નવી છૂટછાટો 31 જુલાઈ બાદ અમલમાં આવશે. આ ઉપરાંત ગુજરાત સરકારે પણ સ્પષ્ટ કર્યું છે કે, ધંધા-રોજગાર કે દુકાનો સાથે સંકળાયેલા તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓએ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજીયાત રહેશે.

31મી જુલાઈ બાદ ધંધો રોજગાર ચાલુ રાખવા માટે ફરજીયાત વેક્સિનનો પહેલો ડોઝ લેવો જરૂરી છે. તે માટે રવિવારે સ્પેશિયલ વેક્સિનેશનનું પણ આયોજન કરાયું હતું. કોરોનાની રસીનો પ્રથમ ડોઝ નહી લીધો હોય તેવા સંજોગોમાં સરકાર કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.

ગુજરાત સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુને લઈને એક કલાકની છુટ આપવામાં આવી છે. એટલે કે રાત્રીના 11:00 વાગ્યાથી સવારેના 06:00 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ રહેશે. જ્યારે ગણેશ મહોત્સવમાં 400 ફૂટની પ્રતિમા સ્થાપિત કરવાની પરમિશન આપી છે. આ ઉપરાંત લગ્ન સમારોહ અને જાહેર કાર્યક્રમોમાં 200 લોકોની જગ્યાએ 400 લોકો હાજર રહી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *