ખેડૂતો માટે સારા સમાચાર, રાજ્યના વિસ્તારોમાં ફરી એકવાર જામશે વરસાદી માહોલ…

રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વરસાદે લાંબો વિરામ લીધો હતો. ત્યાર બાદ ફરી એક વખત રાજ્યમાં મેઘરાજાની એન્ટ્રી થતાં ખેડૂતો પાકને લઈ ચિંતા મૂક્ત બન્યા છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં સારા વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે સિસ્ટમ સક્રિય થતા હવે ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ જામશે.

રાજ્યના અનેક જિલ્લાઓમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક પથંકમાં સારો વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્રમાં ભાવનગર, રાજકોટ, દ્વારકા સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડ સહિત અનેક પંથકમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

તેમજ પોરબંદર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરતા ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવામાન વિભાગે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ, બંગાળની ખાડીમાં લો પ્રેશર નબળુ થતા અતિભારે વરસાદની શક્યતા નહીવત જણાઈ રહી છે. પરતું લો પ્રશેરની અસરથી રાજ્યમાં સારો વરસાદ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદ, પંચમહાલ અને ખેડામાં મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે શુક્રવાર સુધીમાં નવસારી વલસાડ બાદ રાજ્યના મહાનગરમાં તેમજ ખેડા, દાહોદ, મહિસાગર, સાબકાંઠા અને અરવલ્લી સહિતના પંથકમાં વરસાદ પડી શકે છે.

જ્યારે શનિવાર સુધીમાં ભરૂચ, સુરત સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના સેવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, કચ્છ, ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની સંભાવના છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 46 ટકા વરસાદની ઘટ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 10.36 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં 20 ઈંચ વરસાદ પડવો જોઈએ. ત્યારે હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોની ચિંતા હળવી થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *