ફેસબુક પર મિત્રતા કરવી યુવતીને ભારે પડી, પ્રેમ સંબંધ તોડી નાખ્યા બાદ યુવકે કર્યું કંઈક એવું કે જાણીને ચોંકી જશો…

નાનપુરા વિસ્તારની કોલેજીયન યુવતીએ ફેસબુક પર મિત્રતા થયા બાદ પાંગરેલા પ્રેમસંબંધમાં બ્રેકઅપ કર્યું હોવા છતાં સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી સગાઈ તોડાવી નાખવા ઉપરાંત યુવતી અને તેના પિતાને મારી નાખવાની ધમકી આપતા મામલો અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

શહેરના નાનપુરા વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતી નલિનીને વર્ષ 2015માં ફેસબુક પર સોહન ઉર્ફ સની રાજુભાઈ સુરાના સાથે મિત્રતા થઈ હતી. શરૂઆતનો મેસેન્જર પર વાતચીત થયા બાદ તેઓ વચ્ચે થયેલી ગાઢ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ હતી. સોહમ નલિનીને મળવા કોલેજ પણ જતો હતો.

આ તમામ ઘટનાની જાણ નલિનીના પરિવારને થતાં તેણે સોહમ સાથે બ્રેકઅપ કરી લીધું હતું. તેમ છતાં સોહન વારંવાર નલિની નો પીછો કરતો હતો. આ દરમિયાન નલિનીની તેના પરિવારે મંથન સાથે સગાઈ કરી હતી. પરંતુ સોહન એ મંથનના પિતાને રૂબરૂ મળી નલિની સાથે પોતાનો પ્રેમ સંબંધ હોવાનું અને મોબાઈલમાં સેલ્ફી ફોટા બતાવ્યા હતા.

ત્યારબાદ મંથન અને નલિનીની સગાઈ તૂટી ગઈ હતી. ઉપરાંત સુહાને નલિનીના સમાજના બે યુવાનને પણ તેની સાથેના પ્રેમસંબંધ અંગે વાત કરી ફોટા બતાવી સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી હતી. મંથન સાથે ની સગાઇ તુટી જતાં પરિવારે નલિનીની સગાઈ સમાજના વિરાટ નામના યુવક સાથે કરી હતી.

પરંતુ સુહાને નલિનીને બદનામ કરવાનું ચાલુ રાખતા તેના પ્રેમસંબંધની જાણ વિરાટને થતાં તેણે પણ સગાઈ તોડી નાખી હતી. જ્યારે સોહને નલિની ના ફોઈના દીકરાના ઇન્સ્ટાગ્રામ ઉપર પણ સતત મેસેજ કરી નલિની અંગેની માહિતી મેળવવાનો અને સતત તેનો પીછો કરવા ઉપરાંત તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી.

આ સમગ્ર મામલાથી કંટાળીને અંતે નલિનીએ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ ટેક્સટાઇલનો ઓનલાઈન ટ્રેડિંગનો ધંધો કરતા સોહન ઉર્ફ સનીની ધરપકડ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *