ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર અહીંથી ઝડપાઈ ડ્રગ્સની ફેક્ટરી અને 85 લાખ રોકડ રૂપિયા…

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે. રાજ્યમાં ગેરકાયદેસર રીતે વેચાતા ડ્રગ્સને લઈને મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમે રાજ્યમાં પહેલીવાર ડ્રગ્સના મેન્યુફેક્ચરિંગ યુનિટ પર રેડ પાડી હતી. જેમાં 4.5 કિલો એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે.

રાજ્યમાં ચાલતા સૌથી મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. વાપી-વલસાડ ખાતે કરવામાં આવેલી આ રેડ 20 કલાક સુધી ચાલી હતી. નોર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમને રેડ દરમિયાન 85 લાખ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી હતી.

ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવી તેનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતું હતું.

વાપી-વલસાડમાં પાડવામાં આવેલી રેડમાં 4.5 કિલો એમ.ડી ડ્રગ્સની સાથે પ્રકાશ પટેલ અને સોનું રામ નિવાસ નામના બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત આરોપીઓના જુદા જુદા ઠેકાણા પર રેડ દરમિયાન 85 લાખ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી છે.

85 લાખ રૂપિયાની રોકડ રકમ ડ્રગ્સના વેચાણથી થયેલી આવક હોવાનું નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોનું માનવું છે. ડ્રેગ્સના રેકેડ પર દરોડા માટે નાર્કોટિક્સની ટીમ ઘણા દિવસોથી આરોપીઓ પર નજર રાખી રહી હતી. અંતે તકનો લાભ લઈ નાર્કોટિક્સની ટીમે રેડ પાડી હતી.

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આ પ્રકારના ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ યુનિટ પકડાયું છે. સાથે જ આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં ડ્રગ્સ અને રોકડ રકમ જપ્ત કરાઈ છે. મળતી માહિતી મુજબ, પ્રકાશ પટેલ ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવતો હતો. જ્યારે સોનું રામ નિવાસ આ ડ્રગ્સનું માર્કેટિંગ કરીને તેનું વેચાણ કરતો હતો.

ડ્રગ્સ બનાવવા માટે વપરાતી સાધનસામગ્રી

નોંધનીય છે કે, ડ્રગ્સ રાખવાના ગુનામાં NDPS એક્ટ હેઠળ ઓછામાં ઓછી 10 વર્ષની જેલની સજા તથા 2 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. હાલ NCBની ટીમ દ્વારા આ બંને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

NCBની ટીમ હવે આ મામલે વધુ તપાસ કરશે અને ગેરકાયદેસર MD ડ્રગ્સના નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. મોટી સંખ્યામાં ડ્રગ્સનું રેકેડ મળતા આ મામલે હવે આખી લિંક સામે આવે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *