ખેડૂતો! વાવણીની તારીખ લખી લેજો, અંબાલાલે કહ્યું- આ તારીખથી સમગ્ર રાજ્યમાં પડશે ધોધમાર વરસાદ…

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સમગ્ર ગુજરાતના ખેડૂતોને હરખની લાગણી થાય એવા અહેવાલ આપ્યા છે. જ્યાં એક તરફ રાજ્યમાં ખેડુતો વાવણી માટે સારા વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ વરસાદ ન થવાના કારણે બફારો વધતા લોકો પરેશાન થય રહ્યા છે. જો કે દક્ષિણ ગુજરાતના ભાગોમા ચોમાસું પહોચી ગયું છે, પરંતુ મંદ પડી ગયુ છે.

જોકે હાલ થોડા દિવસ થંડર સ્ટોમ એક્ટિવિટીના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે. મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદારા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે ચોમાસું હાલ મંદ પડી ગયું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોચતા જ વરસાદનું વહન નબળું પડી ગયું છે. જેના કારણે સામાન્ય વરસાદ થયો છે. જો કે હાલ તો થંડર સ્ટોમ એક્ટિવિટીની કારણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ હવે ચોમાસું સક્રિય થતા આગામી દિવસોમાં ભારે આંચકાનો પવન ફુકાવવાની શક્યતા રહેશે.

સોમાલીયા તરફથી આવતા પવનની ગતી દક્ષિણ ગોળાર્ધમાં થઈને પૂર્વ આફ્રિકામાંથી થઈને આવતા પવનની ગતી ભારે રહેશે. 17 થી 19 જુનમાં પવનની ગતી ભારે રહેશે. અને આ અરસામા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે 17 થી 22 સુધી ભારે પવન સાથે વરસાદ રહેશે. અને 22 થી 25 જુનના ચોમાસું જામશે. 22 જુન સુધીમાં આંધી વંટોળ રહેશે. અરબી સમુદ્રમાંથી ભેજ લઈને ભારે પવન ફુકાશે. પૂર્વ ભારત તરફ વરસાદની ગતી ધીમી રહેશે.

આમ મંદ પડેલુ ચોમાસું  4 દિવસમાં સક્રિય થશે. 17 થી 22 જુનમાં ફરી ચોમાસું સક્રિય થય જશે. 22 જુન સુધીમાં ભારે ગાજવીજ સાથે અમુક અમુક વિસ્તારમાં  વરસાદ થશે. વીજળી વધુ થશે. 30 થી 45 કિલોમીટરન ઝડપે પવન ફુકાશે. 22 થી 25 જુનના સારો વરસાદ થવાનુ અનુમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *