નીતિન પટેલની રસી ન લેનારાઓને ચીમકી કહ્યું કે, બહાના કાઢીને રસી નહીં લેશો તો…

નીતિન પટેલે રસી ન લેનારાઓને સીધી ચેતવણી આપી છે કે, રસી ન લેવા માટે કોઈ બહાનું ન આપવું જોઈએ. રસીકરણના તમામ તબક્કાઓ પૂર્ણ થયા પછી પણ ધણા બધા લોકોનું રસીકરણ બાકી છે. જેથી સરકાર હવે અગલ અને કડક રીતે નક્કી કરશે કે, બાકી રહેલા લોકોને કેવી રીતે રસી આપવી.

આ ઉપરાંત નીતિન પટેલે દરેકને વહેલી તકે રસી લેવા માટે અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ચાર કરોડ લોકોને રસી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં દરરોજ ચારથી પાંચ લાખ લોકોને રસી આપવામાં આવી રહી છે.

ગઈકાલે એટલે કે ગુરૂવારે રાજ્યમાં કોરોના સંક્રમણથી એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં હાલમાં 184 એક્ટિવ કેસ છે. જ્યારે 7 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનામાંથી રિકવરી રેટ 98.76 પર પહોંચી ગયો છે. ગઈકાલે રાજ્યમાં કુલ 4,58,824 દર્દીઓને રસી આપવામાં આવી હતી.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 6 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 3, જૂનાગઠ કોર્પોરેશનમાં 1, સાબરકાંઠામાં 1, સુરતમાં 1, સુરત કોર્પોરેશનમાં 1 અને વલસાડમાં 1 કેસ નોંધાયા છે. રાજ્યમાં ગઈ કાલે 13 દર્દીઓએ કોરોનાને માત આપી ધરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,14,934 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

હાલ રાજ્યમાં એક્ટિવ કેસોની વાત કરવામાં આવે તો, 184 એક્ટિવ કેસ છે. જેમાંથી 07 વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં 8,14,934 લોકો કોરોનાથી સાજા થઈ ધરે પરત ફર્યા છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 10,078 નાગરિકોના મોત થયા છે. જોકે ગઈકાલે કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત થયું ન હતું.

રસીકરણની વાત કરવામાં આવે તો, રાજ્યમાં રસીનો પ્રથમ ડોઝ 45 વર્ષથી વધુ ઉંમરના 92,212 નાગરિકોને અને બીજો ડોઝ 57,964 નાગરિકોને આપવામાં આવ્યો છે. રસીનો પ્રથમ ડોઝ 18-45 વર્ષની વયના 2,77,981 નાગરિકોને આપવામાં આવ્યો હતો. જ્યારે રસીનો બીજો ડોઝ 27,385 નાગરિકોને આપવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, ગઈકાલે રાજ્યમાં કુલ 4,58,824 દર્દીઓને રસી આપવામાં આવી હતી. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,06,38,910 રસી આપવામાં આપવામાં આવી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *