મોટા સમાચાર : આ તારીખથી શરૂ થઈ શકે છે ધોરણ 6 થી 8ના વર્ગો, જાણો શું કહ્યું શિક્ષણમંત્રીએ…

ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે. કોરોનાના કેસોમાં ઘટાડો થતાં જનજીવન ધીમે ધીમે રાબેતા મુજબ થઈ રહ્યું છે. ત્યારે રાજ્યમાં પ્રાથમીક શાળો શરૂ કરવાને લઈને શિક્ષણ મંત્રીએ આ મોટા સંકેત આપ્યા છે.

ગાંધીનગર ખાતે રૂપાણી સરકારની યોજાયેલી કેબિનેટ બેઠક બાદ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ પ્રાથમીક શાળાઓ શરૂ કરવાના સંકેત આપ્યા છે.

ગુજરાતમાં 6 થી 8 ધોરણ શરૂ કરવાને લઈને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ મહત્વના સંકેતો આપ્યા છે. આગામી 15 ઓગસ્ટ બાદ શાળાઓમાં ફરી 6 થી 8ના વર્ગો શરૂ થઈ શકે છે.

શિક્ષણમંત્રીએ હવે તે સંકેત આપી દીધા છે કે, સરકાર 15 ઓગસ્ટ પછી સ્કૂલો ખોલવા બાબતે વિચારી રહી છે. આ બાબતે 15 ઓગસ્ટ બાદ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવશે. જેમા ધોરણ 6 થી 8ના સ્કૂલો ખોલવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવે તેની પૂરેપૂરી શક્યતા છે.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ વધુમાં કહ્યું કે, તૌઉતે વાવાઝોડાની તીવ્રતા સામે ઓછું નુકશાન થયું છે. સરકાર દ્વારા માછીમારોને સહાય પણ આપવામાં આવી છે. તેમજ ખેડૂતોને સંતોષ થાય તે રીતે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી છે.

આ ઉપરાંત સુરતની ગજેરા સ્કુલ મુદ્દે પણ શિક્ષણમંત્રીએ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, સ્કૂલને નોટિસ આપવામાં આવી છે. જેથી તેઓ જ્યારે જવાબ રજૂ કરશે ત્યારે કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *