મોટો નિર્ણય : હવે લગ્ન સમારોહમાં આટલા લોકોની છૂટ સાથે જ રાત્રી કર્ફ્યુમાં આટલી છૂટ…
સમગ્ર રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત ચૂક્યો છે. ત્યારે રૂપાણી સરકાર દ્વારા તેના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કોર કમિટીની બેઠકમાં અગત્યના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે. ગણેશ મહોત્સવ, લગ્ન સમારોહ અને રાત્રિ કર્ફ્યુને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કોરોના કાળમાં 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યું હતું. તેમાં રાહત આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાન પર કોર કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં આ અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે. રાત્રી કર્ફ્યુમાં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે.
રાજ્યના આઠ મહાનગરોમાં રેસ્ટોરેન્ટ દસ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. લગ્ન સમારંભની અંદર પણ 200 વ્યક્તિની જગ્યાએ 400 વ્યકિતની પરમીશન આપવામાં આવી છે. કોરોના સંક્રમણ રોકવા માટેના ઘણા બધા કાયદા બનાવવામાં આવ્યા હતા. તે અનુસાર નિયમોનું પાલન કરીને પરમીશન આપવામાં આવી રહી છે.
આજે મળેલી કોર કમિટીની બેઠકની અંદર ગણેશ મહોત્સવને લઇને પણ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચાર ફૂટની ઊંચાઈ વાળી મૂર્તિ લાવવા માટે પરમીશન આપવામાં આવી છે. આ ઉપરાંત તમામ કાર્યક્રમોમાં કોરોનાના નિયમોનું પાલન કરવાનું રહેશે.
રાજ્યમાં લગ્ન સમારંભમાં 200 વ્યક્તિની મર્યાદા હતી. તે હવે 31 જુલાઈથી 400 વ્યક્તિની કરવામાં આવી છે. આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોય તો પચાસ ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિની મર્યાદા અને ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે.
રાજ્યના આઠ મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રીના દસ વાગ્યા સુધી ખુલ્લા રાખવાની પરમિશન આપવામાં આવી છે. કોરોના ગાઇડલાઈનનું સંપૂર્ણ પણે પાલન કર્યા બાદ જ હોટેલ અને રેસ્ટોરન્ટ ખોલી શકાશે.
ગણેશ મહોત્સવને લઇને પણ ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. દરેક મહાનગરોમાં ફક્ત ચાર ફૂટ સુધીની મૂર્તિ જ લગાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે. તમામ તહેવારોમાં કોરોના ગાઇડ લાઇનનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે.