પીએમ કિસાનનો નવમો હપ્તો આવે તે પહેલા સરકારે કર્યો મોટો ફેરફાર, જાણી લો નહીં તો અટકી જશે રૂપિયા…
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મોદી સરકાર ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં 8 હપ્તા નાખી ચૂકી છે. હવે ખેડૂતો 9મો હપ્તો ક્યારે પડે તેની રાહ જોઈ રહ્યા છે. તે પહેલા સરકાર દ્વારા આ યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
પીએમ મોદી કિસાન યોજનાની શરૂઆતમાં ફક્ત એ જ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવતો હતો કે જેની પાસે બે હેક્ટર અથવા તો પાંચ હેક્ટર જમીન હોય. પરંતુ હવે મોદી સરકારે આ માપદંડો ખતમ કરી દીધા છે. જેથી આ યોજનાનો લાભ હવે દરેક ખેડૂતોને મળી શકશે.
આ યોજનાનો લાભ હવે 14.5 કરોડ ખેડૂતો લઇ શકશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત પાસે આધાર કાર્ડ હોવું ફરજીયાત છે. આધાર કાર્ડ નહીં હોય તો આ યોજનાનો લાભ લઇ શકશે નહીં. સરકારે આ યોજનાના લાભાર્થીઓ માટે આધારકાર્ડ ફરજિયાત કરી દીધું છે.
ખેડૂતો માટે એક ખુશખબર છે. કેન્દ્ર સરકાર જલ્દી જ આગામી હપ્તો એટલે કે નવ મો હપ્તો આ મહિનામાં ટ્રાન્સફર કરે તેવી શક્યતા છે. મળતી માહિતી મુજબ ઓગસ્ટ મહિનામાં કેન્દ્ર સરકાર નવ મો હપ્તો ટ્રાન્સફર કરી શકે છે. મોદી સરકાર દર હપ્તે ખેડૂતના ખાતામાં 2000 રૂપિયા જમા કરે છે.
પીએમ મોદી કિસાન સન્માન નિધિ યોજનામાં કરોડો ખેડૂતો જોડાયેલા છે. આ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા 2000 રૂપિયાના ત્રણ હપ્તા વર્ષ દરમિયાન ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે. મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓ બહાર પાડી છે.
આ યોજનાઓ સાથે ઘણા ખેડૂતો જોડાયેલા છે. તેમાંથી અમુક ખેડૂતોનો હપ્તો તેના ખાતામાં જમા નથી થતો. તેનું સૌથી મોટું કારણ આધાર કાર્ડમાં નામ અને બેંક ખાતામાં થોડી ગરબડ હોઈ શકે છે. જો તમે આ સમસ્યાને ઘરે બેઠા સુધારવા માંગતા હોય તો પીએમ કિસાન પોર્ટલની મુલાકાત લઇ તેમાં સુધારો કરી શકો છો.