થઈ ગઈ મોટી ભવિષ્યવાણી, આગામી 7 દિવસ ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે છૂટો-છવાયો વરસાદ…

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. જોકે, રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહી હાલ કરવામાં આવી નથી.

આગામી 2-3 દિવસ સુધી વલસાડ, સુરત, તાપી, નવસારી અને ડાંગ જેવા વિસ્તારોમાં વરસાદ પડશે. આ વિસ્તારોમાં વરસાદ છૂટો-છવાયો રહેશે.

આ સિવાય, છોટા-ઉદયપુર, ભરૂચ, નર્મદા, પંચમહાલ, અરવલ્લી, અને મહીસાગર જેવા વિસ્તારોમાં પણ 1-2 દિવસ સુધી વરસાદ છૂટો-છવાયો રહે અને થોડી ગાજવીજ રહે તેવી શક્યતા છે.

દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદનું ઝોર થોડું ઘટશે, પછી કાલે ફરીથી થોડું વધશે અને ત્યાર બાદ ફરીથી ઘટવા લાગશે. પરંતુ, આ ચોમાસું આગળ વધશે તેની શક્યતા પણ ખુબ જ ઓછી છે અને ગુજરાતમાં આવનારા 4-5 દિવસમાં વરસાદનું ઝોર ધીમે ધીમે ઘટશે.

આ સિવાય, સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથના જેવા વિસ્તાઓમાં પણ છૂટો-છવાયો વરસાદ પડી શકે છે, પરંતુ ધીમે ધીમે અહીંયા પણ વરસાદનું ઝોર ઘટશે.

આ સિવાય છૂટો-છવાયા વિસ્તારમાં ગાજ-વીજ પણ થઈ શકે છે. અરબી સમુદ્રથી સુકો પવન ચાલુ રહેશે અને તેથી ગુજરાતમાં ગરમી અને બફારો યથાવત્ રહેશે. કોઈક જગ્યાએ વાદળો આવશે, કદાચ છૂટો-છવાયો વરસાદ પણ રહેશે, પરંતુ વરસાદ થવાની શક્યતા ખુબ જ ઓછી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *