થઈ ગઈ મોટી ભવિષ્યવાણી, આગામી 4 દિવસ ગુજરાતના આ વિસ્તારોને ધમરોળશે વરસાદ…

ગુજરાતમાં ચોમાસું વહેલું તો આવ્યું, પણ જોઈએ એવો વરસાદ આવતો નથી. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વિસાવદર અને વલસાડના ધરમપુરમાં એક-એક ઈંચ વરસાદ આવ્યો છે. હજુ 4 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

આજે વહેલી સવારથી સુરતમાં ફરી વરરાજાની ધોધમાર બેટીંગ શરૂ કરી છે. સુરતના જહાંગીરપુરા, રાંદેર, અડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જોકે, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. ગુજરાતમાં 4 દિવસ વરસાદની હવામાનની આગાહી છે. 4 દિવસ હળવાથી મધ્યમ વરસાદ આવશે. જેમાં આજે આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે.

તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે. હાલમાં ચોમાસું નવસારી સુધી અટક્યું છે. ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ નબળી પડી છે. આ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું કે, આજથી રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. ગઈકાલ રાતથી જ વરસાદની અસર શરુ થઈ ગઈ છે.

સમગ્ર રાજ્યમાં સારો વરસાદ આવશે. બુધ અને શુક્ર ગ્રહ આદ્રા નક્ષત્રમાં આવતા વરસાદની આગાહી છે. 17 થી 28 જૂન સુધી રાજ્યમાં વરસાદ રહેશે. આદ્રા નક્ષત્રનો વરસાદ ખેડૂતો માટે સારો ગણાય છે. આજે ભીમ અગિયારસ હોવાથી ગુજરાતના ખેડૂતો મુહૂર્તમાં વાવણી કરશે.

હવામાન વિભાગે જણાવ્યું કે, હાલ ગુજરાતનું ચોમાસું નવસારી સુધી જ પહોંચ્યું છે. હાલ ચોમાસુ આગળ વધારવા માટેની સિસ્ટમ નબળી પડી ગઈ છે, તેથી ચોમાસું નવસારી સુધી જ પહોંચ્યું અને આગળ વધ્યું નથી. ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી સાત દિવસ જુદા જુદા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.

આજે 19 જૂને ક્યા ક્યાં વરસાદની આગાહી :- પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *