ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયા, ફટાફટ કરી લો આ કામ નહીં તો અટકી જશે પૈસા…
પીએમ કિસાન સન્માનનિધિ યોજના થકી 9મોં હપ્તો ખેડૂતોના ખાતામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ યોજના થકી 2 હજાર રૂપિયાના 8 હપ્તા ખેડૂતોના ખાતા જમા કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે તમે તમારા આવેદનના સ્ટેટસને એક વખત ચેક કરી લેજો. નહીં તો અટકી જશે તમારા રૂપિયા.
ઘણા બધા ખેડૂતો એવા પણ છે જેને પીએમ કિસાન સન્માનનિધિ યોજના થકી હજુ સુધી એક પણ હપ્તો મળ્યો નથી. પણ તેમને યોજનાની શરૂઆતથી જ આવેદન કરી દીધું હતું. આવા ખેડૂતોને આવેદનના સ્ટેટસને એક વખત ચેક કરી તેમાં સુધારો કરવાની જરૂર છે.
મળતી માહિતી પ્રમાણે, કૃષિ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને મોકલવામાં આવેલા કેટલાક સૂચનોમાં, PFMS ફંડ ટ્રાન્સફરમાં ઘણી બધી ભૂલોને કારણે ખેડૂતોના ખાતામાં હપ્તાની રકમ જમા થઈ રહી નથી.
જો આવેદનમાં આ ભૂલો હશે. તો નહીં મળે 2000 રૂપિયાનો હપ્તો.
આવેદનમાં ખેડૂતનું નામ ‘ENGLISH’ માં હોવું જરૂરી છે. જો ખેડૂતનું નામ કોઇ અન્ય ભાષામાં હોય તો નામ ENGLISH’માં કરાવી નાખજો. આવેદન કરનારનું નામ અને બેંક ખાતા પ્રમાણેનું નામ સરખું હોવું જરૂરી છે. જો નામમાં ભૂલ હોય તો બેંકમાં જઈને નામમાં સુધારો કરાવી નાખવો.
બેંકનો IFSC કોડ લખવામાં ભૂલ ન થઈ હોવી જોઈએ. બેંક ખાતાનો નંબર સાચો લખેલો હોવો જોઈએ. ખેડૂત તેના રહેઠાણનું સરનામું બરાબર ચેક કરી લે કારણ કે ગામના નામમાં ભૂલ ન હોવી જોઈએ.
જો આવેદનમાં કોઈ ભૂલ હોય તો તમારા ખાતામાં 2 હજાર રૂપિયાનો હપ્તો આવશે નહીં. આ ખામીને દૂર કરવા આધાર કાર્ડની વિગત સાચી હોવી જરૂરી છે. આધાર કાર્ડમાં જો કોઈ ભૂલ હોય તો ખેડૂત નજીકના CSC/વસુધા કેન્દ્ર/સહજ કેન્દ્રનો સંપર્ક કરી શકે છે.