આ તારીખે મેઘરાજા ભુક્કા બોલાવશે..!! અંબાલાલ પટેલની ઘાતક આગાહી, જાણો વિગતે…

ગુજરાતના નવસારી પાસે ચોમાસું સ્થિર થઇ ગયું છે. ગુજરાતમાં ચોમાસું પ્રવેશતાની સાથે જ તે સ્થિર થઇ જતા. ગુજરાતમાં જોઇએ તેવો વરસાદ થઇ નથી રહ્યો. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આ મહિનાના અંત સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યુ છે કે, 23મી તારીખથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. કેરળથી કર્ણાટક સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જે બાદ આ વરસાદ પશ્ચિમ બાજુથી મહારાષ્ટ્રમાં વરસતો વરસતો તારીખ 24થી 26માં ગુજરાતમાં પણ આવાની શક્યતા રહેશે. આ સાથે તેમણે કહ્યુ કે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજથી જ વરસાદ થવાની શક્યતા છે.

ગુજરાતમાં ચોમાસા અંગે તેમણે જણાવ્યુ છે કે, 24થી 29 જૂન સુધીમાં બંગાળ ઉપસાગરનો ભેજથી એમપીમાં આવીને ગુજરાતના મોટાભાગના ભાગોમાં 30મી જૂન સુધીમાં વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની શક્યતા છે.

આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, અમરેલી, ભાવનગર તથા અન્ય કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. એટલે આ વહન જબરૂં છે. એક જૂલાઈ સુધીમાં ગુજરાતના મોટાભાગના ભાગોમાં સચરાચર વરસાદ થવાની આગાહી છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, બુધવારે ગુજરાતના 35 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 2.64 ઇંચ, વલસાડમાં 2.24 ઇંચ, સુરતના પલસાણા આને જલાલપોરમાં 1.4 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે નવસારી, વાપી, પારડી, ચીખલીમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે સુરતના ઓડપાડ, વાલીઆ, ડાંગ-આહવામાં 10 એમએમ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *