કોણ છે આ અભિનેત્રી, શું આમિર ખાન કરશે તેની સાથે લગ્ન, જાણો તમામ સવાલના જવાબ એક ક્લિક પર…

આમિર ખાન અને કિરણ રાવના છૂટાછેડા બાદ સોશિયલ મીડિયા પર અભિનેત્રી ફાતિમા સના શેખ ટ્રેન્ડમાં જોવા મળે છે. આમિર ખાનના છુટાછેડાના સમાચાર આવવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં છે કે કિરણ રાવ અને આમિર ખાનના છૂટાછેડા પાછળ ફાતિમા સના શેખ છે.

આમિર ખાને તેની બીજી પત્ની કિરણ રાવને છૂટાછેડા આપી દીધા છે તેમણે પોતાની પહેલી પત્નીને 2002માં છૂટાછેડા આપ્યા હતા ત્યારબાદ તેમણે 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ રિલેશનશિપ પણ લાંબો સમય ચાલી નહીં અને અંતે બંનેએ જુદા થવાનો નિર્ણય કર્યો છે.

આમિર ખાન તેની બીજી પત્નીથી અલગ થઈ ગયો છે. આવી સ્થિતિમાં થોડા સમય પહેલા ફાતિમા સના શેઠ સાથે આમિર ખાનના જોડાણના સમાચાર સામે આવ્યા હતા. આટલું જ નહીં, બંને હાથમાં હાથ ચાલતા પણ જોવા મળ્યા હતા. તેથી ફાતિમા તરફ આંગળીઓ દર્શાવવી સ્વાભાવિક છે.

કિરણ રાવ અને આમિર ખાનના લગ્ન 28 ડિસેમ્બર 2005ના રોજ થયા હતા. કિરણ અને અમીર નો પુત્ર આઝાદનો જન્મ સરોગસીની મદદથી 2011માં થયો હતો. આ પહેલા આમિર ખાને રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. રીના અને અમીરના બે બાળકો આયરા ખાન અને જુનૈદ ખાન છે. બંનેના 2002 માં છૂટાછેડા થયા હતા.

આમિર ખાન અને કિરણ રાવે ભલે છૂટાછેડા લઇ લીધા હોય પરંતુ તેમણે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, તે બંને આગળ પણ એકસાથે કામ કરતા રહેશે. પરંતુ હવે આમિર ખાન અને ફાતિમા સના શેખની અફેરની ખબર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થતા ફેન્સ ચોંકી ઉઠયા છે.

આમિર ખાન અત્યાર સુધીમાં બે હિન્દુ મહિલાઓ સાથે લગ્ન કરી ચૂક્યો છે અને તે બંનેને છૂટાછેડા પણ આપી દીધા છે. પરંતુ જો આમીરખાન હવે ફાતિમા સના શેખ સાથે લગ્ન કરશે તો તેના વ્યક્તિત્વ પર પણ સવાલ ઉભા થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *