KBCએ એવું તો શું બતાવ્યું કે જેનેલિયા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી… – જુઓ વીડિયો

કૌન બનેગા કરોડપતિ 13 ટેલિવિઝન પર સૌથી વધુ પસંદ કરાયેલા શોમાંનો એક છે. આ શોના નવા પ્રોમોમાં ‘ફેન્ટાસ્ટિક ફ્રાઇડે’ એપિસોડ માટે અમિતાભ બચ્ચને રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુઝાને આવકાર્યા હતા.

તમને જણાવી દઈએ કે, રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુઝાએ કેન્સરથી પીડાતા બાળકોને મદદ કરવા નાણાં એકત્ર કરવા માટે શોમાં ભાગ લીધો હતો. જેથી અહીંથી જીતેલી રકમથી કેન્સર પીડિત બાળકોનો યોગ્ય ઇલાજ કરી શકાય.

પ્રોમોમાં જોઇ શકાય છે કે, અમિતાભ બચ્ચને સ્ટાર કપલને શોમાં આવકાર્યા હતા. ત્યારબાદ તેઓને અહીં બાળકોની એક ક્લિપ બતાવવામાં આવી હતી. જેમાં બાળકો કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. આ પ્રોમોમાં જેણે દરેકનું ધ્યાન ખેંચ્યું તે જેનેલિયાની પીડિત બાળકો પ્રત્યેની હૃદયદ્રાવક પ્રતિક્રિયા હતી.

આ ક્લિપ જોયા બાદ જેનેલિયા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. જ્યારે રિતેશ અને બિગ બીની આંખો પણ ભીંજાઈ ગઈ હતી. જેનેલિયા આ ક્લિપ જોઈને પોતાને રડતા રોકી શકી ન હતી. આ ક્લિપને જોયા પછી, રિતેશે કહ્યું કે, બાળકને શું થયું તે આપણે ક્યારેય સમજી શકીશું નહીં.

આ ક્લિપ જોયા બાદ બિગ બીએ સ્ટાર દંપતીની પ્રશંસા કરી હતી અને સમાજમાં પરિવર્તન લાવવા માટે તેઓ જે પ્રયાસો કરી રહ્યા છે તેના માટે તેમનો આભાર માન્યો હતો. તમને એ પણ જણાવી દઈએ કે, ‘KBC 13’ નો આ એપિસોડ હાલ સોશિયલ મીડિયા પર રિતેશ અને જેનેલિયાના રોમાન્સને લઈને ચર્ચામાં છે.

રિતેશ અને જેનેલિયા 2003 માં તેમની પહેલી ફિલ્મ ‘તુઝે મેરી કસમ’ દરમિયાન મળ્યા હતા. ત્યાર પછી લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ, દંપતીએ 3 ફેબ્રુઆરી, 2012 ના રોજ લગ્ન કરી લીધા હતા. રિતેશ અને જેનેલિયા બે પુત્રો રહિલ અને રિયાનના માતા-પિતા છે.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *