કબીર સિંહની આ કામવાળી રિયલ લાઇફમાં દેખાય છે ખુબ જ સુંદર… – જુઓ તસવીરો
અભિનેતા શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ “કબીર સિંહ” ખુબ જ પ્રખ્યાત અને ચર્ચામાં પણ રહી હતી. શાહિદ અને કિયારા સિવાય બીજી એક અભિનેત્રીએ પણ સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

આ ફિલ્મમાં કબીર સિંહની કામવાળી પણ ખુબ જ ચર્ચામાં આવી હતી. કબીર સિંહની કામવાળીનું પાત્ર અભિનેત્રી વનિતા ખરાતે નિભાવ્યું હતું. આ ફિલ્મમાં તેના ઉપર ખુબ મીમ પણ બન્યા હતા.

ત્યાર બાદ હવે ફરી એકવાર વનિતા ચર્ચામાં આવી ગઈ છે. વનિતા સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી રહે છે.

વનિતાએ હાલમાં જ ફોટો શૂટિંગ કરાવ્યું હતું. જેમાં તે બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. વનિતાએ પોતાના આ ફોટોશૂટની એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

જો તમે વનિતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નજર નાખશો તો વનિતા મોટાભાગે એકદમ સિમ્પલ અને ભારતીય પોશાકમાં જોવા મળશે. પરંતુ વનિતાએ એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેનો અવતાર જોઈ સૌ લોકો હેરાન થઈ ગયા છે.

તેની આ તસ્વીર ખુબ જ વાયરલ પણ થઇ રહી છે. આ તસવીર દ્વારા તે લોકોને “બોડી પોઝિટિવિટી”નો સંદેશ આપવા માંગે છે. આ ફોટોશૂટમાં વનિતા કપડાં વગર પોતાના આખા શરીરને એક પતંગની પાછળ સંતાવવાનો પ્રયત્ન કરતી જોવા મળે છે.

આ ફોટોશૂટ કરાવવા પાછળ વનિતાનો એક ખાસ ઉદ્દેશ્ય પણ છે. આ ફોટો શેર કરવાની સાથે વનિતાએ લખ્યું છે કે, “મને મારા ટેલેન્ટ, પેશન, કોન્ફિડેન્સ અને શરીર ઉપર ગર્વ છે.

આ તસ્વીરનાં માધ્યમથી વનિતા લોકોને જણાવવા માંગે છે કે બોડી શેમિંગના થવી જોઈએ. ઘણા લોકો તેની આલોચના કરી રહ્યા છે. તો ઘણા લોકો તેના સમર્થનમાં પણ આવેલા દેખાય છે.

વનિતાના ઈસ્ટાગ્રામ એકાઉન્ટ પર 52 હજાર ફોલોઈંગ છે. જે ખૂબ જ સારી ફેન ફોલોઈંગ કરી શકાય. તે અવાર-નવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતી રહે છે.

કબીર સિંહ ફિલ્મમાં વનિતા પુષ્પાના રોલમાં જોવા મળી હતી. વનિતા એક હાસ્ય કલાકાર છે. આજકાલ તે ટીવી શો અને એવોર્ડ શોમાં જોવા મળે છે.

કબીર સિંહ ફિલ્મમાં વનિતાએ ખૂબ જ સારું પરફોર્મન્સ આપ્યું હતું. ત્યાર બાદ તેના ખૂબ વખાણ પણ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં તેના ઉપર ખુબ મીમ પણ બન્યા હતા. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.