બોલિવૂડની આ પાંચ જાણીતી અભિનેત્રીઓ ફાટેલા જીન્સમાં ખરાબ રીતે જોવા મળી… – જુઓ તસવીરો
બોલિવૂડ અભિનેત્રીઓ જે પણ પહેરવા લાગે છે. તે ફેશન બની જાય છે. જોકે, એવી ફેશન પણ શું કામની જેને જોયા બાદ લોકો તેમની તુલના ભિખારીઓ સાથે કરવા લાગે. આજના સમયમાં બોલિવૂડ એક્ટ્રેસની ફેશનને કરોડો લોકો ફોલો કરે છે. પરંતુ અભિનેત્રીઓ ક્યારેક એવી વસ્તુ પહેરી લેતી હોય છે. જેને કારણે તેને ઘણું બધું સાંભળવું પડતું હોય છે. આજના સમયમાં ફાટેલા જીન્સનું ઘણું ચલણ છે. ત્યારે બોલિવૂડની આ પાંચ અભિનેત્રીઓ ફાટેલા જીન્સમાં જોવા મળતા ચર્ચાનો વિષય બની છે.

મલાઈકા અરોરા
મલાઈકા અરોરા પણ એક વાર રીપ્ડ જીન્સમાં જોવા મળી હતી. તેનો આ લૂક જોઈ ફેન્સના આનંદનો પાર ન રહ્યો હતો. તે એક મજાક બનીને રહી ગઇ હતી. લોકોને મલાઈકાનું આ ફાટેલું જીન્સ જરા પણ પસંદ આવ્યું નહોતું.

અનુષ્કા શર્મા
અનુષ્કા શર્માએ એકવાર હદથી વધારે ફાટેલું જીન્સ પહેર્યું હતું. જે તેને ભારે પડી ગયું હતું. તેમના આ ફાટેલા જીન્સનો અંદાજ જોઇ ફેન્સ તેના પર ભડક્યા હતા.

સારા અલી ખાન
સારા અલી ખાન એકવાર ફાટેલા જીન્સમાં જોવા મળી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા યુઝર્સ તેમના પર વરસી પડ્યા હતા.

કૃતિ ખરબંદા
ફાટેલું જીન્સ પહેરીને કૃતિ ખરબંદાએ ફોટોશૂટ કરાવ્યું હતું. તેમનું જીન્સ બંને પગમાં ઉપરથી લઈને ઘૂંટણ સુધી ફાટેલું હતું. તેને જોઈને લોકોએ તેમની ઘણી મજાક ઉડાવી હતી.

નિધિ અગ્રવાલ
નિધિ અગ્રવાલ પણ એકવાર ઉપરથી લઈને ઘુંટણ સુધીનાં ફાટેલા જીન્સમાં જોવા મળી હતી. ત્યાર બાદ અનેક લોકોએ તેમને પણ નિશાના પર લઈ લીધી હતી.