બોલીવુડની આ 6 સુંદરીઓને ન ગમ્યા હીરો, ડાયરેક્ટર સાથે જ કરી લીધા લગ્ન, નંબર 3ને તો મળ્યો વૃદ્ધ…

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણી બધી ઘણી બધી જોડિયો બનતી જ હોય છે પરંતુ આપણે આજે આ લેખમાં એવી જોડીઓ વિશે વાત કરવાના છીએ કે જેમાં હિરોઇનોએ હીરો ને છોડીને ડિરેક્ટર સાથે લગ્ન કર્યા હોય. વાસ્તવિક જીવનમાં આવી ઘણી બધી જોડી હોય છે. તો ચાલો જોઈએ કઈ કઈ હિરોઇનોએ ડિરેક્ટર સાથે લગ્ન કર્યા છે.

1.ઉદિતા ગોસ્વામી:

ઉદિતા ગોસ્વામીએ પોતાના હોટ અંદાજથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી હતી. પાપ અને ઝહર જેવી ફિલ્મો કરનારી ઉદિતા ગોસ્વામીનું દિલ પણ એક ડિરેક્ટર પર આવી ગયું હતું. ઉદિતા અને મોહિત સુરીએ એકબીજાને 9 વર્ષ સુધી ડેટ કર્યા હતા. ત્યાર બાદ વર્ષ 2013માં લગ્ન કરી લીધા હતા.

2.રાની મુખર્જી:

રાની મુખરજીએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીને ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી છે. પરંતુ તમને નહીં ખબર હોય કે તેનું દિલ પણ એક ડિરેક્ટર પર આવી ગયું હતું. રાની મુખરજીએ યશરાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપરા સાથે વર્ષ 2014માં લગ્ન કરી લીધા હતા.

3.શ્રીદેવી:

શ્રીદેવી પોતાના જમાનાની ટોચની અભિનેત્રી હતી. તેમનું દિલ પણ એક ડિરેક્ટર પર આવી ગયું હતું. સૌ કોઈ જાણે છે કે બોની કપૂર પણ શ્રીદેવીના પ્રેમમાં પાગલ હતા. જેથી તેમણે પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. ત્યાર પછી તેણે શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા.

4.સોનાલી બેન્દ્રે:

હમ સાથ સાથ હૈ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી સોનાલી બેન્દ્રેનું દિલ પણ એક ડિરેક્ટર પર આવી ગયું હતું. સોનાલી બેન્દ્રેએ ડિરેક્ટર ગોલ્ડી બહાલ સાથે લગ્ન કર્યા હતા. તે બંનેની મુલાકાત 1994માં એક ફિલ્મના સેટ પર થઇ હતી. ત્યાર બાદ બંનેએ લગ્ન કર્યા હતા.

5.સોની રાઝદાન:

અભિનેત્રી સોની રાઝદાનનું દિલ પણ ડિરેક્ટર મહેશ ભટ્ટ પર આવી ગયું હતું. મહેશ ભટ્ટ તો સોની રાઝદાનના પ્રેમમાં એ રીતે પાગલ હતા કે પરણિત હોવા છતાં પણ તેમણે સોની સાથે લગ્ન કર્યા હોતા. જોકે તેમણે બીજા લગ્ન કર્યા બાદ પણ પહેલી પત્નીને છૂટાછેડા ન આવ્યા હતા.

6.કલ્કી કોચલિન:

કલ્કી કોચલિન પણ ડિરેક્ટર અનુરાગ કશ્યપના પ્રેમમાં પાગલ હતી. તે જ રીતે અનુરાગ પણ તેના પ્રેમમાં પાગલ. તેમણે કલ્કી કોચલિન સાથે લગ્ન કરવા માટે પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. પરંતુ કલ્કી સાથે પણ તેમનો આ સંબંધ વધુ ન ટક્યો અને થોડા સમય બાદ બંને અલગ થઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *