મહાભારતના આ દિગ્ગજ અભિનેતાનું 74 વર્ષની વયે થયું નિધન…
ભારતીય સંસ્કૃતિએ વેદો ઉપરાંત રામાયણ અને મહાભારત જેવા મહાન પુસ્તકો આપ્યા છે. મહાભારત વિશ્વનું સૌથી મોટું યુદ્ધ માનવામાં આવે છે. આ ઉપરાંત કવિઓએ મહાભારત પર આધારિત ઘણા ફિલ્મોની રચના કરી છે. પરંતુ બી આર ચોપડાએ રજુ કરેલ મહાભારતે ખૂબ જ લોકચાહના મેળવી છે.
બી આર ચોપડા દ્વારા રજૂ કરાયેલ મહાભારતના તમામ પાત્રો દ્વારા અનોખો અભિનય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહાભારતની રચના થયા બાદ તમામ અભિનેતાઓએ ફિલ્મ ઉદ્યોગમાં ઘણી નામના મળી હતી અને તેઓને લોકચાહના પણ મળી હતી. તાજેતરમાં સમાચાર મળ્યા છે કે મહાભારતના આ દિગ્ગજ અભિનેતાનું અવસાન થયું છે.
મહાભારતમાં ભીમનુ પાત્ર ભજવનાર પ્રવિણકુમાર સોબતીનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બિમારીથી પીડિત હતા. ગઇકાલે હાર્ટ એટેકથી તેમનું દુઃખદ અવસાન થયું છે. તેની ઉંમર 74 વર્ષની હતી. મૃત્યુ પહેલા લાંબા સમયથી તેઓ બીમાર હતા. પીઠની સમસ્યાને કારણે તેઓ ઘણા સમયથી પરેશાન હતા. થોડા સમય પહેલાં જ ઓપરેશન કરવામાં આવ્યું હતું પરંતુ તેઓ ચાલી શકતા નહોતા.
પ્રવિણકુમાર સોબતીએ બી આર ચોપડા દ્વારા રચિત મહાભારતમાં ભીમનું પાત્ર ભજવીને ખૂબ જ લોકપ્રિયતા હાંસલ કરી હતી. પ્રવિણકુમાર તેમના ઊંચા કદ માટે ખૂબ જાણીતા હતા. તેમની ઊંચાઇ 6.6 ઇંચ હતી. આ ઉપરાંત ઘણા ફિલ્મોમાં તેણે ગુંડાઓ અને બોડીગાર્ડની ભૂમિકા પણ ભજવી હતી. મહાભારતમાં અભિનય કર્યા બાદ ઘણી ફિલ્મોમાં તેને કામ કરવાની તક મળી હતી.
પ્રવિણકુમાર સોબતીના ઊંચા કદના કારણે તેને મહાભારતમાં ભીમના રોલની ઓફર મળી હતી. તેણે 30થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આ ઉપરાંત તેણે એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ, બે સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. ઓલિમ્પિકમાં બે વાર ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. એક્ટિંગ ફિલ્ડ પહેલા તેઓ BSFમાં પણ જોડાયેલ હતા.
આ દિગ્ગજ અભિનેતાએ તેના જીવનમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી હતી. પરંતુ તેઓ જીંદગીનો જંગ હારી ગયા છે. પ્રવિણ કુમાર સોબતી મૃત્યુ પહેલા આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. આવી પરિસ્થિતિમાં તેણે પંજાબ સરકારને અપીલ પણ કરી હતી. આ અભિનેતા ડિસેમ્બર મહિનાથી ખૂબ જ બીમાર હતા. આ જ કારણે હતું કે તે ઘરમાં રહેતા હતા અને ઘરમાં તેની પત્ની તેનું ધ્યાન રાખતી હતી.