“તારક મહેતા”ની હોટ એક્ટ્રેસનો ધડાકો કહ્યું કે, એજન્ટ મને લવ મેકિંગ સીનના બહાને રૂમમાં લઈ ગયો ને પછી…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દીપ્તિ જાસુસની ભૂમિકા નિભાવતી એક્ટ્રેસ આરાધના શર્માએ કાસ્ટિંગ કાઉંચ પર મોટો ધડાકો કર્યો છે. આરાધના શર્માએ પોતાની જિંદગી સાથે જોડાયેલો એક ખાસ કિસ્સો સંભળાવ્યો છે.

ટીવી શો અને ફિલ્મોમાં નવા નવા રોલ કરવાના નામે અભિનેત્રીઓ કાસ્ટિંગનો ભોગ બનતી જઈ રહી છે. મીટુ અભિયાન અંતર્ગત કેટલીક અભિનેત્રીઓ પોતાની કહાની સંભળાવી ચૂકી છે. કેટલીક અભિનેત્રીઓએ તો ફિલ્મ મેકર અને એક્ટરો પર પણ આરોપો લગાવ્યા છે.

હવે આ લિસ્ટમાં વધુ એક અભિનેત્રીનું નામ જોડાઈ ગયું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરી રહેલી આરાધના શર્માએ કાસ્ટિંગ કાઉંચ પર મોટો ધડાકો કર્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તે દીપ્તિ જાસૂસના રોલમાં જોવા મળે છે.

તેણે પોતાની જિંદગી સાથે જોડાયેલો એક ખાસ કિસ્સો શેર કર્યો છે. તેણે કહ્યું કે, તેના માટે તે એક ખરાબ અનુભવ હતો. આરાધના શર્માને તેની સાચી ઓળખ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માંથી મળી છે. આરાધના શર્માએ પોતાની સાથે બનેલ એક ખરાબ અનુભવ શેર કર્યો છે.

આરાધનાએ તેના સ્ટ્રગલના સમયની મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો છે. તેણે આ દરમિયાન પોતાની સાથે થયેલા કાસ્ટિંગની એક ઘટના વર્ણવી હતી. તેણે કહ્યું કે, કાસ્ટિંગ કાઉંચના એજન્ટે તેની સાથે ગંદા અડપલાં કર્યા હતા. ત્યારબાદ તે ખૂબ જ ડરી ગઈ હતી. ત્યાર બાદ કોઈના પર તેને વિશ્વાસ રહ્યો ન હતો.

વધુમાં જણાવતાં તેણે કહ્યું કે, આ ઘટના બાદ તેના પિતા સાથે પણ તે અનકમ્ફર્ટેબલ ફીલ કરવા લાગી હતી. આ ઘટના તેની સાથે ચાર વર્ષ પહેલાં બની હતી. જ્યારે તે પુણેમાં અભ્યાસ કરી રહી હતી. પરંતુ આ ઘટનાનો સામનો મેં રાંચીમાં કર્યો હતો. અમે એક રૂમમાં હતા. ત્યારે એક વ્યક્તિ કાસ્ટિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તે મને અડપલાં કરવા લાગ્યો હતો.

ત્યારે મને ખબર જ ના પડી કે તે શું કરી રહ્યો છે. મને બસ એટલું યાદ છે કે, મેં તેને ધક્કો મારી દરવાજો ખોલ્યો અને ત્યાંથી ભાગી ગઈ. આ બધું એક લવમેકિંગ સીન ની સ્ક્રિપ્ટ વાંચવા દરમિયાન થયું હતું. ત્યારબાદ હું ખુબજ ડરી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કાસ્ટિંગ કાઉંચને લઈને અનેક અભિનેત્રીઓએ પોતાના અનુભવો શેર કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *