શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની થઈ ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો…

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેનો પતિ રાજ કુન્દ્રા હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રી પૂનમ પાંડેએ રાજ કુન્દ્રા અને તેના સહયોગીઓ વિરુદ્ધ હાઈકોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે.

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. ક્રાઈમ બ્રાન્ચે તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને કલાકો સુધી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરાઈ હતી.

રાજ કુન્દ્રાની અશ્લીલ ફિલ્મો બનાવવા અને અમુક એપના માધ્યમથી તેને પ્રકાશિત કરવા મામલે ધરપકડ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે 2021માં રાજ કુન્દ્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ક્રાઈમ બ્રાન્ચે કહ્યું કે આ મામલે મુખ્ય કાવતરાંખોર રાજ કુન્દ્રા લાગે છે અને અમારી પાસે તેના પુરાવા પણ છે.

સોમવારે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને ક્રાઈમ બ્રાન્ચે બોલાવ્યા હતા. અગાઉ પણ મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડે રાજ કુન્દ્રા અને તેના સહયોગીઓ વિરુદ્ધ બોમ્બ હાઈ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.

પૂનમે આરોપ મૂક્યો હતો કે રાજ કુન્દ્રાને કંપનીએ તેની તસવીરોનો દુરુપયોગ કર્યો હતો. પૂનમ પાંડેએ રાજ કુન્દ્રા પર આરોપ લગાવ્યો છે કે તેણે તેની તસવીરોનો દુરુપયોગ કર્યો છે અને અશ્લીલ ફિલ્મો બનાવવી એપના માધ્યમથી પ્રકાશિત કરી છે.

આ ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચે રાજ કુન્દ્રાને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને કલાકો સુધી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોર્ન ફિલ્મ બનાવવા બદલ અને તસવીરો નો દુરુપયોગ કરવા બદલ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *