શિલ્પા શેટ્ટીને પૂછવામાં આવ્યું કે, શું તેને રાજ કુન્દ્રાના આ પોર્ન રેકેટ વિશે ખબર હતી, અભિનેત્રીએ આપ્યા આ જવાબ…

રાજ કુન્દ્રાની ધરપકડ બાદ અનેક ધટસ્પોટ થઈ રહ્યા છે. શુક્રવારે જેવા રાજ કુન્દ્રાને કસ્ટડીમાં લેવામાં મોકલવામાં આવ્યા તેવા જ ક્રાઇમ બ્રાન્ચ તેને સાથે લઈ ઘરે ગઈ જ્યાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ હાજર હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાજ કુન્દ્રાના ઘરે પહોંચી ત્યારબાદ ઘરની તપાસ કરવામાં આવી હતી.

ઘરની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે કેટલીક ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જપ્ત કરી હતી. ત્યારબાદ પ્રોપર્ટી સેલ ના બે અધિકારીઓ એ શિલ્પા શેટ્ટીને 20 થી 25 સવાલ પૂછ્યા હતા. પૂછપરછ દરમિયાન શિલ્પા શેટ્ટીને પૂછવામાં આવ્યું હતું કે શું તેને રાજ કુન્દ્રાના આ પોર્ન રેકેટ વિશે ખબર હતી.

મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચને એવી જાણકારી મળી છે કે રાજ કુન્દ્રાના આ પોર્ન રેકેટ વિશે અને હોટશોટ વિશે અભિનેત્રી શિલ્પા શેટ્ટીને પહેલેથી જ ખબર હતી. તો ચાલો જોઈએ ક્રાઈમ બ્રાન્ચે શિલ્પા શેટ્ટીને કેવા કેવા સવાલ પૂછ્યા હતા અને શિલ્પા શેટ્ટીએ તેના પર શું પ્રતિક્રિયાઓ આપી હતી.

ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા શિલ્પા શેટ્ટીની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ લગભગ છ કલાક સુધી ચાલી હતી. જેમાં શિલ્પા શેટ્ટીને 20 થી 25 સવાલો પૂછવામાં આવ્યા હતા.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે શિલ્પા શેટ્ટી ને પૂછ્યું હતું કે, શું તેને રાજ કુન્દ્રાના આ પોર્ન રેકેટ વિશે ખબર હતી. કારણ કે તેમાંથી મળેલા રૂપિયા વિયાન ઈન્ડસ્ટ્રીઝમાં જતા હતા. જેમાં શિલ્પા શેટ્ટી ખુદ 2020 સુધી ડિરેક્ટર રહી ચૂકી છે.

શિલ્પાએ આ સવાલનો જવાબ આપતા કહ્યું કે, જે પણ વિડિયો હોટશોટ પર છે. તે પોર્ન નથી એરોટીક છે. તેણે વધુમાં કહ્યું કે, તેની જવું કન્ટેન્ટ તો અન્ય ઓટીટી પ્લેટફોર્મ પર પણ છે. જેમાં તો આનાથી પણ વધારે ઓબસીન હોય છે.

મળતી માહિતી મુજબ, રાજ કુન્દ્રાની જેમ જ શિલ્પા શેટ્ટીએ જવાબ આપતા કહ્યું કે, આ જે વિડીયો ક્રાઈમ બ્રાન્ચ પોર્ન ગણાવે છે. તે વિડીયો બનાવવામાં તેનો કોઈ હાથ નથી. મુંબઇ પોલીસનું કહેવું છે કે, શિલ્પા શેટ્ટીને લઇ હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *