રુતુરાજ ગાયકવાડનું નામ હોટ એક્ટ્રેસ સાથે જોડાયું, જાણો કોણ છે આ અભિનેત્રી…
ચેન્નઇ સુપરકિંગ્સના ઓપન રુતુરાજ ગાયકવાડે તાજેતરમાં જ આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે આ મેચમાં 101 રન બનાવ્યા હતા. ગાયકવાડે 20 મી ઓવરની છેલ્લી બોલ પર 108 મીટરની ગગનચુંબી સિક્સ મારી પોતાની સદી પૂરી કરી હતી.
ચેન્નઇ સુપરકિંગ્સના યુવા ખેલાડીને ભારતીય ટીમનું ભવિષ્ય માનવામાં આવી રહ્યું છે. તેની આ ઇનિંગ બાદ ક્રિકેટ નિષ્ણાંતો એ તેની ખૂબ પ્રશંસા કરી હતી. આઈપીએલની ચાલુ સિઝનમાં તે અત્યાર સુધીમાં 500થી પણ વધુ રન બનાવી ચુક્યો છે.
જેમ લોકો રુતુરાજ ગાયકવાડની આ પ્રથમ સદીની વાત કરી રહ્યા હતા, તેમજ ઘણા બધા લોકો તેમની લવ લાઈફ વિશે પણ ચર્ચા કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ, CSK નો આ ઘાતક બેટ્સમેન સ્ટાર મરાઠી અભિનેત્રી સયાલી સંજીવ સાથે સંબંધમાં છે.
જો કે, અત્યાર સુધીમાં બંને પક્ષો તરફથી આ બાબતે કોઈ પણ પ્રકારનું નિવેદન આવ્યું નથી. આ સંબંધોનો ભાંડો રુતુરાજ ગાયકવાડની એક કોમેન્ટથી ફૂટયો હતો. જે તેણે સાયાલી સંજીવની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર કરી હતી. રુતુરાજની આ કોમેન્ટ પર સયાલીએ પણ હાર્ટ ઇમોજી બનાવીને પ્રતિક્રિયા આપી હતી.

રુતુરાજ ગાયકવાડની આ કોમેન્ટથી રિલેશનશિપનો ભાંડો ફૂટ્યો હતો.
રુતુરાજ ગાયકવાડની આ કોમેન્ટ બાદ તેના ચાહકોએ સયાલી સાથેના સંબંધ વિશે અટકળો લગાવવાનું શરૂ કર્યું હતું. આ પછી બંને પક્ષો તરફથી આ મામલે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. રુતુરાજ ગાયકવાડ હાલ આઈપીએલના શાનદાર પ્રદર્શનને લઇને હેડલાઈન્સમાં છે.
તેવામાં રુતુરાજ ગાયકવાડનું નામ સયાલી સંજીવ સાથે જોડાયું છે. તમને જણાવી દઈએ કે, સયાલી સંજીવ એક મરાઠી એક્ટ્રેસ છે. તેણે ઝી મરાઠી ટીવી સિરિયલ ‘કાહે દિયા પરદેશ’માં કામ કર્યું હતું. તેણે તેમાં ‘ગૌરી’ની ભૂમિકા ભજવી હતી. તે અત્યાર સુધીમાં ઘણી બધી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

જણાવી દઈએ કે, સયાલીના આ ફોટા પર રુતુરાજની ટિપ્પણી બાદ આ બંને વચ્ચેના અફેરની ચર્ચા ચાલુ થઈ હતી. ફોટામાં જોઈ શકાય છે કે સોફા પર સયાલી બેઠી છે. આ તસવીર પર રુતુરાજે ટિપ્પણી કરતા ‘વાહ’ લખ્યું હતું. જે બાદ આ બંનેના સંબંધની સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે.