રવિ શાસ્ત્રી તેનાથી 20 વર્ષ નાની અભિનેત્રીને કરી રહ્યા છે ડેટ, જાણો કોણ છે આ હિરોઇન?

ક્રિકેટરો અને બોલીવુડ વચ્ચે પહેલેથી જ રિલેશનશિપ ચાલતી આવી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જેવી ઘણી જોડીઓ જોવા મળી છે. ક્રિકેટરો અને બોલીવુડ વચ્ચે મિત્રતા અને અફેર ઘણી વખત સામે આવ્યું છે.

ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી પણ હાલમાં ચર્ચામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે રવિ શાસ્ત્રી હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ નિમરત કૌરના પ્રેમમાં પડેલા છે. છેલ્લા બે વર્ષથી તેઓ રીલેશનશીપમાં હોવાનુ જાણવા મળ્યું છે.

નિમરત કૌર અત્યાર સુધી લંચબોક્સ અને એરલિફ્ટ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. રવિ શાસ્ત્રી સાથે તેની મુલાકાત થયા બાદ તેમને ઘણી વખત મળી ચૂક્યા છે. ત્યારબાદ આ વાત પ્રેમ કથામાં ફેરવાઇ હતી.

રવિ શાસ્ત્રીએ તેની પત્ની રીતુ સાથે લગ્ન કર્યાના 22 વર્ષ બાદ છુટાછેડા લીધા હતા. લગ્નજીવનમાં તેને એક પુત્રી પણ છે. છુટાછેડા લીધા બાદ તેણે આ હિરોઇનને ફોલો કરવાનું શરૂ કર્યું છે.

તમને જણાવી દઈએ કે રવિ શાસ્ત્રી હાલમાં નિમરત કૌર પર પોતાનું ધ્યાન રાખીને બેઠો છે. આ વાત મીડિયા સામે આવતા તે બંનેએ આ વાતને નકારી કાઢી છે. રવિ શાસ્ત્રીનો ઇતિહાસ પહેલેથી જ રંગીન રહ્યો છે. તે આ પહેલા પણ અમૃતા સિંહના પ્રેમમાં પકડાઈ ગયો હતો.

રવિ શાસ્ત્રી આ પહેલા પણ ઘણી વખત ન્યુઝ ચેનલની હેડલાઇન બની ચુક્યો છે. આ બાબતે તેને ઘણી હિરોઈનો સપોર્ટ કરતી પણ જોવા મળી છે. અમૃતા સાથે પકડાયા બાદ તે થોડા સમય સુધી બહાર પણ નીકળ્યો નહોતો.

રવિ શાસ્ત્રી સાથે બ્રેક અપ કર્યા બાદ અમૃતાસિંહે સેફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ રવિ શાસ્ત્રી ખૂબ જ ચિંતામાં જોવા મળ્યો હતો પરંતુ હાલમાં તેણે નવી અને ગ્લેમરસ હિરોઈન સાથે જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *