રાજ કુન્દ્રાના કારનામાંથી પત્ની શિલ્પા શેટ્ટીની ઈજ્જત ઊડી, અનેક કરારો થયા રદ…
પોતાના ધરે જ્યારે પતિ રાજ કુન્દ્રાની હાજરીમાં જ શિલ્પા શેટ્ટીની પોલીસે પૂછપરછ કરી હતી. ત્યારે શિલ્પા ઘણી વખત હિંમત હારી ગઇ હતી. તેણી પોલીસ સમક્ષ ત્રણ-ચાર વખત રડી પડી હતી. શિલ્પાએ જણાવ્યું કે, આ પ્રકરણના કારણે તેની ઇમેજને ફટકો લાગ્યો છે.
શિલ્પાએ વધુમાં કહ્યું કે, આ ઘટનાને કારણે તેના હાથમાંથી ઘણી બ્રાન્ડસ અને ક્રોન્ટ્રેક્સ નીકળી ગયા છે. નોંધનીય છે કે, પતિ રાજ કુન્દ્રાના કારનામાંથી શિલ્પા શેટ્ટી ઘણા સમયથી ઘરે બંધ થઈ છે. ઘરની બહાર નીકળવું પણ તેના માટે મુશ્કેલ થઈ ગયું છે. જેને કારણે તેની ઇમેજને એક મોટો ફટકો પડયો છે.
મળતી માહિતી મુજબ, શિલ્પા પોતે આ મામલે કાંઈ જાણતી હોવાની વાતનો ઇનકાર કર્યો છે. અભિનેત્રીએ ઉલટ તપાસ દરમિયાન જણાવ્યું કે, તેણે વિયાન કંપની ગયા વર્ષે જ છોડી દીધી હતી. હોટ શોટ આપનું શું છે અને તે કઈ રીતે કામ કરે છે તેનાથી તે સાવ અજાણ છે. તે ફક્ત એટલું જાણે છે કે તેનો પતિ વેબ સીરીઝ અને શોર્ટ ફિલ્મો બનાવતો હતો.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે શિલ્પા શેટ્ટીની પૂછપરછ કરી હતી. તે દરમિયાન શિલ્પાને પૂછવામાં આવ્યું હતું કે, શું તેમને રાજ કુન્દ્રાના આ પોર્ન રેકેટ વિશે ખબર હતી. ત્યારે શિલ્પાએ તેનો જવાબ આપતા કહ્યું કે, તેને આ મામલે કોઈપણ પ્રકારની માહિતી નથી.
આ ઉપરાંત શિલ્પાએ તેના પતિ રાજ કુન્દ્રાના બચાવમાં કહ્યું કે, તે વિડિયોઝ કરતા પણ વધારે પોર્ન વીડિયો તો ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળે છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે શિલ્પાને 20થી 25 સવાલો પૂછ્યા હતા. આ પૂછપરછ અંદાજીત 6 કલાક ચાલી હતી.
શિલ્પાએ કહ્યું કે, ઈરોટિકા અને પોર્ન ફિલ્મમાં ખાસ્સો તફાવત છે અને તેનો પતિ નિર્દોષ છે. ઉલ્લેખનીય છે કે, ટેલિવિઝનના ડાન્સ રિયાલિટી શોમાંથી પણ શિલ્પા નીકળી ગઈ છે. શિલ્પા આ શોમાં બાળકો સાથે હસી મજાક કરી લેતી હતી. તેમજ ઘણી વખત ઈમોશનલ થઈને રડી પડતી પણ જોવા મળતી હતી. આજે આ જ ભૂલકાઓ સામે શિલ્પા ફરી આવવાની હિંમત કરી શકતી નથી.