રાજ કુન્દ્રાની ગુપ્ત તિજોરીએ ખોલ્યા રાજ, પોર્ન ફિલ્મ કેસમાં શિલ્પા શેટ્ટીની મમ્મી પણ…

રાજ કુન્દ્રા કેસમાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચને દરરોજ નવી નવી કડીઓ મળી રહી છે. મળતી માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચે ગુરુવારે રાજ કુન્દ્રાની ઓફીસ પર દરોડા પાડયા હતા. જ્યાંથી તેને એક ગુપ્ત તિજોરી મળી આવી હતી. આ ગુપ્ત તિજોરીમાંથી ઘણા બધા કાગળો મળ્યા હતા. જે ક્રાઈમ બ્રાન્ચ જપ્ત કર્યા હતા.

ગુપ્ત તિજોરીમાંથી પોર્ન ફિલ્મો ની સ્ક્રિપ્ટો અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા. જેના પરથી સાબિત થાય છે કે રાજ કુંદ્રા ની ધરપકડ કરવામાં આવી હોવા છતાં પણ તેની કંપની શૂટિંગ ચાલુ રાખશે. આ મામલો અહીં સમાપ્ત નથી થતો. આ ગુપ્ત તિજોરીએ શિલ્પા શેટ્ટીની પણ સમસ્યા વધારી છે.

મળતી માહિતી અનુસાર, રાજ કુન્દ્રાની ધરપકડ બાદ તેમની કંપની એડલ્ટ કન્ટેન્ટ બનાવવાની યોજના બનાવી રહી હતી. હિન્દીમાં પોર્ન ફિલ્મની તાજી સ્ક્રિપ્ટ કુંદ્રાના ઘરની છુપાયેલી તિજોરીમાંથી મળી આવી છે. આ સ્ક્રિપ્ટ રોમન અને દેવનાગરી એમ બંનેમાં લખેલી છે.

શિલ્પા શેટ્ટી અને ગેહના વશિષ્ઠના હોટશોટ અને અન્ય એપ્સના કન્ટેન્ટ પોર્ન નહીં ઇરોટિક હોવાના દાવાની તપાસ પણ હાલ ચાલી રહી છે. જે બાદ તે સ્પષ્ટ થઇ જશે કે કન્ટેન્ટ કાયદા મુજબ કઇ શ્રેણીમાં આવે છે. મળતી માહિતી મુજબ, ગુપ્ત તિજોરીમાંથી મળી આવેલા દસ્તાવેજો પર શિલ્પા શેટ્ટીએ સહી કરેલી છે.

આ પરિસ્થિતિમાં શિલ્પા શેટ્ટીની ફરીથી પૂછપરછ થાય તેવી શક્યતા છે. કારણ કે, જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે તેણે કહ્યું હતું કે, આ મામલા વિશે તે કાંઈ પણ જાણતી નથી. એક તપાસ મુજબ થોડા સમય પહેલા સુધીમાં શિલ્પા શેટ્ટી તેના પતિ કુંદ્રાની કંપની જેએલ સ્ટ્રીને પ્રમોટ કરતી હતી. આ તે કંપની છે જેણે પોર્ન ફિલ્મો બનાવવાનો આરોપ મૂકાયો છે.

મળતી માહિતી મુજબ, શિલ્પાની માતા સુનંદા સુરેન્દ્ર શેટ્ટી પણ આ કંપનીમાં સપ્ટેમ્બર 2020 સુધી ડિરેક્ટર પદે હતા. તેથી હવે તેની પણ પુછપરછ થાય તેવી શક્યતાઓ છે. તપાસ દરમિયાન ધરપકડ કરાયેલા લોકોએ જે કબૂલાત કરી છે. તેની તપાસ કરવામાં આવી રહી છે.

ગુપ્ત તિજોરીમાંથી બોક્સ મળી આવ્યા હતા. જેમાં નાણાકીય લેવડદેવડ અને મુખ્યત્વે ક્રિપ્ટો ચલણમાં રોકાણના પુરાવા મળી આવ્યા છે. આ ગુપ્ત તિજોરી વિશે કુન્દ્રાએ પણ પોલીસને માહિતી નહોતી આપી. જેથી પોલીસની શંકા વધુ ગહન બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *