રાજ કુન્દ્રા મને અડપલાં કરતો હતો ને પછી… – અભિનેત્રીએ લગાવ્યો ગંભીર આરોપ

રાજ કુન્દ્રા કેસમાં રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હાલ રાજ કુન્દ્રા 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે. રાજ કુન્દ્રાએ તેની જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ કોર્ટે તેની અરજીને ફગાવી દીધી છે. રાજ કુન્દ્રાની ધરપકડ બાદ અને ઘટસ્ફોટ થઈ રહ્યા છે. બોલિવૂડની અનેક અભિનેત્રીઓ તેના પર આરોપ લગાવી ચુકી છે.

રાજ કુન્દ્રા કાયદાકીય ગૂંચવણમાં ફસાયા બાદ અને ખુલાસો થઈ રહ્યા છે. ત્યારે હવે બૉલીવુડ હૉટ એક્ટ્રેસ ગણાતી શર્લિન ચોપડાએ તેના પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેને કહ્યું કે રાજ કુન્દ્રા હૉટશૉટ્સ એપ માટે જ પોર્ન વીડિયો બનાવતો હતો, અને તેને પ્રકાશિત પણ કરતો હતો.

રાજ કુન્દ્રા વિરુદ્ધ શર્લિન ચોપડા મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની પ્રૉપર્ટી સેલની સામે પોતાનું નિવેદન નોંધાવવા પહોંચી હતી. તેને એપ્રિલ 2021માં રાજ કુન્દ્રા વિરુદ્ધ અડપલાં કર્યા હોવાનો આરોપ લગાવતા એફઆઇઆર નોંધાવી હતી. ત્યાર બાદ હવે તેને એક મોટો ખુલાસો કર્યો છે.

શર્લિન ચોપડાએ એફઆઇઆર નોંધાવ્યા બાદ રાજ કુન્દ્રા પર આઇપીસીની કલમ 384, 415, 504, 506, 354(એ)(બી)(ડી) અને 509 અને આઇટી એક્ટ 2008ની 67, 67(એ) કલમ અને ઇન્ડિસેન્ટ રિપ્રેઝન્ટેશન ઓફ વૂમેન એક્ટ 1986 અંતર્ગત આરોપ નોંધવામાં આવ્યા છે.

શર્લિન ચોપડાએ રાજ કુન્દ્રા પર આરોપ લગાવ્યો છે કે, રાજ કુન્દ્રા તેને જબરદસ્તીથી કિસ કરવા લાગ્યો હતો, અને અડપલાં કરી રહ્યો હતો. તેણે વધુમાં કહ્યું કે, રાજ કુન્દ્રાને મેં આમ ના કરવા કહ્યું, કેમકે તે ગભરાઇ ગઇ હતી. થોડીવાર બાદ તેણે રાજને ધક્કો માર્યો અને વૉશરૂમમાં દોડી ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે, પોર્ન વિડિયો કેસમાં રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી છે. ત્યાર બાદ અનેક અભિનેત્રીઓ તેના પર આરોપો લગાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *