રાજ કુન્દ્રાને મોકલાયો જેલમાં, આટલા દિવસ સુધી રહેશે પોલીસ કસ્ટડીમાં…
પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી છે. ત્યાર બાદ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ કેસમાં દરરોજ ક્રાઈમ બ્રાન્ચની ટીમને નવી નવી કડીઓ મળી રહી છે. રાજ કુન્દ્રાને 27 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
મુંબઈ પોલીસે રાજ કુન્દ્રાની કસ્ટડીમાં વધારો કરવાની માંગ કરી છે. પોલીસે રાજ કુન્દ્રાની કસ્ટડીને 7 દિવસ વધારવા માટે માંગ કરી છે. જ્યારે કોર્ટ દ્વારા રાજ કુન્દ્રાની 14 દિવસની પોલીસ કસ્ટડી વધારી દેવામાં આવી છે.
આજે એટલે કે 27 જુલાઇ મંગળવારના રોજ રાજ કુન્દ્રાને કિલા કોર્ટ લઇ જવામાં આવ્યો છે. રાજને કિલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. પોર્નોગ્રાફી કેસમાં અટકાયત હેઠળ બિઝનેસમેન રાજ કુન્દ્રાની વધુ 14 દિવસ માટે પોલીસ કસ્ટડી વધારી દેવામાં આવી છે.
આ નિર્ણય બાદ રાજ કુન્દ્રાને વધુ 14 દિવસ જેલમાં વિતાવવા પડશે. રાજ કુન્દ્રા પર પોર્ન ફિલ્મોના નિર્માણ અને મોબાઇલ એપ દ્વારા તેને પ્રકાશિત કરાવાનો આરોપ છે. રાજ કુન્દ્રાની પોલીસે 19 જુલાઇના રોજ 2 કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરી હતી.
પોલીસ મુજબ, રાજ આ કેસનો મુખ્ય આરોપી છે. રાજ ઉપરાંત તેની સાથે ઘણાં બધા લોકો જોડાયેલા છે. તેની પણ પોલીસે ધરપકડ કરી છે. જે બાદ રાજની આજે કોર્ટમાં પેશી થઇ હતી. જેમાં તેને 27 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
ત્યાર બાદ આજે કોર્ટમાં આ કેસની સુનાવણી થઇ હતી. આ કેસમાં કોર્ટ નિર્ણય કર્યો છે. જેમાં રાજ કુન્દ્રાની 14 દિવસની પોલીસ કસ્ટડી વધારી દેવામાં આવી છે.