રાજ કુન્દ્રાએ એક્સ વાઈફને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો કહ્યું કે, તે બીજા સાથે…

બોલિવૂડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની મંગળવારના રોજ ધરપકડ કરવામાં આવી છે. રાજ કુન્દ્રાએ શિલ્પા શેટ્ટી સાથે લગ્ન કર્યા તે પહેલાં તેણે કવિતા સાથે લગ્ન કર્યા હતા. રાજ કુન્દ્રાના આ બીજા લગ્ન છે. રાજ કુન્દ્રા ગર્ભાવસ્થામાં જ તેની પહેલી પત્ની કવિતાને છોડી ગયો હતો.

રાજ કુન્દ્રાએ એક ઇન્ટરવ્યુમાં આ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, તેની પૂર્વ પત્ની કવિતાને તેની માતાએ બીજા સાથે બેડમાં રંગે હાથ પકડી હતી. ત્યાર બાદ રાજે કહ્યું હતું કે, હું આ મુદ્દે વાત કરીને હળવાશનો અનુભવ કરું છું.

રાજે વધુમાં જણાવતા કહ્યું કે, મારી માતા અને મારી બહેને ઘણી વખત મારા જીજા અને પત્નીને વાંધાજનક સ્થિતિમાં પકડ્યા હતા. ત્યાર પછી મેં તેની સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો. છૂટાછેડા બાદ મેં ક્યારેય પણ કવિતા સાથે વાત કરી નથી.

રાજે કહ્યું કે, મારી પુત્રી 40 દિવસની હતી જ્યારે મેં તેને જોઈ હતી. ત્યાર પછી મેં તેને ક્યારેય પણ જોઇ નથી. જ્યારે મેં દિકરીને ફરી મળવાનો પ્રયત્ન કર્યો, ત્યારે કવિતાએ તેને મળવા ન દીધો. હું આશા રાખું છું કે જ્યારે મારી પુત્રીને હકીકત વિશે જાણ થશે, ત્યારે તે ચોક્કસ મને મળવા આવશે.

વધુમાં જણાવતા કહ્યું કે, છૂટાછેડાનો એગ્રીમેન્ટ કરોડો રૂપિયામાં થયો હતો. આ ઉપરાંત કવિતાએ મને મારા બાળકોથી દૂર રહેવાની વિનંતી કરી હતી. રાજ કુન્દ્રાએ કહ્યું કે, શિલ્પા આ ઇમોશનલ ટાઇમમાં મારો ઘણો સાથ આપ્યો હતો.

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે રાજ કુન્દ્રાને અશ્લીલ ફિલ્મો બનાવવા અને કેટલીક એપ્સ પર પબ્લિશ કરવા બદલ ધરપકડ કરી હતી. લાંબા સમયથી ચાલી રહેલી પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે રાજ કુન્દ્રા જ મુખ્ય આરોપી છે જોકે, તે હજુ સુધી દોષી સાબિત થયો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *