રાજ કુન્દ્રા પોર્ન ફિલ્મોને HotHit એપ પર ચડાવીને રોજના કમાતો આટલા લાખ રૂપિયા…

પોર્ન ફિલ્મ કેસમાં મુંબઇ પોલીસે બુધવાર સાંજે રાજ કુન્દ્રાની મુંબઈ સ્થિત વિઆન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ઓફિસોમાં અને અન્ય કેટલીક જગ્યાઓએ દરોડા પાડયા હતા. તે દરમિયાન પોલીસે ઓફિસમાં લાગેલા કોમ્પ્યુટરની ડિસ્ક અને સર્વરને સીઝ કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અહીં વી ટ્રાન્સફર દ્વારા પોર્ન વીડિયો અપલોડ કરતા હતા.

મુંબઈ પોલીસ ટૂંક સમયમાં જ આ મામલે શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરી શકે છે. આ ઉપરાંત તેના બનેવી બખ્સી વિરુદ્ધ પણ લૂક આઉટ નોટીસ રજૂ કરવામાં આવી છે. પોલીસના મતે આ કેસમાં બખ્સીનો પણ હાથ છે. બખ્સી હોટસ્પોટ એપનું નિર્માણ કરનાર કેનરીન કંપનીનો કો ઓનર છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજ કુન્દ્રાનો આઇફોન અને લેપટોપને જપ્ત કરી લીધા છે. તેની તપાસ માટે તેને ફોરેન્સિક લેબમાં મોકલાયા છે. મળતી માહિતી મુજબ, હોટશોટ એપને મેનેજ કરવા માટે કુન્દ્રાએ બે કર્મચારીઓને રાખ્યા હતા.

પ્રતિકેશ અને ઈશ્વર નામના બે કર્મચારીઓ કેનરીન કંપનીના હોટશોટ એપને મેનેજ અને મેન્ટેન કરવા માટે વિઆન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એટલે કે રાજ કુન્દ્રાની કંપનીને દર મહિને ત્રણ-ચાર લાખ રૂપિયા ચાર્જ કરતા હતા.

રાજ કુન્દ્રા પોર્ન ફિલ્મો બનાવવીને રોજના 10 લાખ રૂપિયા કમાતો હતો. પોર્ન ફિલ્મો બનાવી તેને ઓનલાઈન એપ દ્વારા પબ્લિશ કરવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી છે. તેના બેંક એકાઉન્ટની ડીટેલ્સ સાર્વજનિક થઈ છે. તેને એનાલિસિસ પરથી ખબર પડે છે કે તે એક દિવસના 50 હજારથી 10 લાખ રૂપિયા સુધી કમાતો હતો.

22 ડિસેમ્બર 2020ના રોજ XX790 અકાઉન્ટમાં 3 લાખ રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા હતા. 26 ડિસેમ્બર 2020ના રોજ XX790 અકાઉન્ટમાં 10 લાખ રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા હતા. આ ઉપરાંત અનેક વખત HotHit અકાઉન્ટમાંથી આ અકાઉન્ટમાં રૂપિયા આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *