પૂનમ પાંડેએ રાજ કુન્દ્રા પર લગાવ્યો મોટો આરોપ કહ્યું કે, એક કોલ પર કપડા…

રાજ કુન્દ્રાની પોર્ન ફિલ્મોને લઈને ધરપકડ કરવામાં આવી છે. ત્યાર બાદ ઘણા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. અભિનેત્રી પૂનમ પાંડેએ પણ રાજ કુન્દ્રા પર આરોપ લગાવ્યો છે. પૂનમ પાંડેએ દાવો કર્યો છે કે, એક કરાર અંગેના નાના વિવાદના કારણે રાજ કુન્દ્રાએ તેનો પર્સનલ મોબાઈલ નંબર લીક કરી દીધો હતો.

અભિનેત્રી પૂનમ પાંડે વધુમાં જણાવ્યું કે, તેમની અસંમતિ બાદ પણ રાજે તેનો નંબર અને કેટલીક તસવીરો લીક કરી હતી. જે બાદ તેને કોલ આવી રહ્યા હતા જે તદ્દન અપમાન જનક હતા. જ્યારે મેં કરારમાં પણ હસ્તાક્ષર કરવાની ના પાડી ત્યારે તેણે મારો ફોન નંબર એક કેપ્શન સાથે લીક કર્યો. જેમાં લખ્યું હતું કે, મને કોલ કરો હું કપડાં ઉતારીશ.

અશ્લીલ ફિલ્મોના શૂટિંગને લઇને મુંબઇ પોલીસે રાજ કુન્દ્રાની ધરપકડ કરી છે ત્યારબાદ 23 જુલાઈ સુધી તેને પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. રાજ કુન્દ્રાની ધરપકડ બાદ અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. યુટ્યુબર પુનિત કૌરે પણ રાજ કુન્દ્રા પર આરોપ લગાવ્યો હતો. પુનિત કૌરે કહ્યું કે, આ વ્યક્તિ ખરેખર લોકોને ફસાવી રહ્યો છે.

પૂનમ પાંડેએ કહ્યું કે, તેનો પર્સનલ નંબર રાજ કુન્દ્રાએ વાયરલ કર્યો હતો. મને હજી પણ યાદ છે કે લોકોના સતત ફોન આવતા હતા અને ધમકીભર્યા મેસેજ પણ આવતા હતા. વધુમાં કહ્યું કે, હું મારા ઘરે નહોતી રહી શકતી. હું ઘર છોડીને જતી રહી હતી. મારે છુપાઈને રહેવું પડતું હતું. મને ડર લાગતો હતો કે મારી સાથે કંઈક થઈ જશે.

પૂનમ પાંડેના આ નિવેદન બાદ સ્પષ્ટ થાય છે કે રાજ કુન્દ્રાએ તેનો નંબર વાયરલ કર્યો હતો. પૂનમ પાંડેએ કહ્યું કે, વકીલોનો ઇનકાર હોવા છતાં પણ હું આ નિવેદન આપી રહી છું. જો રાજ કુન્દ્રા મારી સાથે આવું કરી શકે તો બીજાની સાથે તે શું કરતો હશે.

પૂનમ પાંડે વધુમાં જણાવતા કહ્યું કે, હું તે બધી છોકરીઓને વિનંતી કરું છું કે તમે પણ કૃપા કરીને બહાર આવો જેની સાથે રાજ કુન્દ્રાએ આવું કર્યું છે. છુપાઈને રહેવાથી કોઈ ફાયદો થશે નહીં. જો આજે રાજ કુન્દ્રાને સજા થશે તો બીજા કોઈ વ્યક્તિ આવું કરવાનું વિચાર છે પણ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *