ભારતીસિંહે કહ્યું કે, હું જ્યારે સ્ટેજ શો કરતી ત્યારે મને લોકો ખોટી રીતે હેરાન કરતા હતા…
કોમેડીથી લોકોમાં લોકપ્રિય બનેલી ભારતીસિંહે પોતાનું દુખ વ્યક્ત કહ્યું કે, લોકો મને શો દરમિયાન ખોટી રીતે ટચ કરતાં હતા. તેમણે કહ્યું કે, જ્યારે હું સ્ટેજ શો કરતી હતી ત્યારે લોકો મને ખોટી રીતે ટચ કરતાં હતા. આ ઉપરાંત ભારતી સિંહે પોતાની પર્સનલ લાઈફની અનેક વાતો શેર કરી છે.
ભારતીય દ્વારા જણાવવામાં આવ્યું કે તે જ્યારે પોતાની માતાને શોમાં લઈ જતી ત્યારે લોકો દ્વારા કરવામાં આવેલ એક્શનને તે કેટલીય વાર સમજી શકતી ન હતી. મારા પિતા યંગ ટેલેન્ટની સાથે ટ્રાવેલ કરતા હતા. પરંતુ મારી સાથે માતા ટ્રાવેલ કરતી હતી.
આ ઉપરાંત તેમણે કહ્યું કે મારી સાથે માતા ટ્રાવેલ કરતી હતી. ત્યારે મને મોર્ડન વસ્તુઓ અંગે ખૂબ જ ઓછી જાણકારી હતી. કોઈએ મારી કમર પર હાથ ફેરવ્યો, મને ખબર ન પડતી કે તેને છોકરીઓને ખોટી રીતે ટચ માનવામાં આવે છે.
ભારતી સિંહે વધુમાં જણાવતા કહ્યું કે, અનેક વાર આ રીતે તેની સાથે ગંદી ટચ કરવામાં આવતી હતી. જે કોર્ડીનેટર્સ તમને પૈસા આપે છે તે જ તમારી કમર પર હાથ ફેરવે છે. તે ફીલિંગ ક્યારેય પણ સારી હોતી નથી. મને લાગતું હતું કે હું ખોટી છું અને તે સાચા છે. હું તે સમયે જાણતી ન હતી કે આ વસ્તુ ખરાબ હોય છે.
ભગવાને દરેક મહિલાઓને એક પાવર આપ્યો છે. જેમાં તે સમજી શકે છે કે સામે વાળો માણસ કેવો છે અને તેના ઈરાદો શું છે. જો તેના ઈરાદા ખરાબ હોય તો મહિલાઓને ખબર પડી જાય છે. મને હવે લાગે છે કે હું બેવકૂફ હતી. જે આ વસ્તુઓને સમજતી જ ન હતી.
ભારતી સિંહ કહ્યું કે, હવે હું મારા અંગે અવાજ ઉઠાવતા જાણું છું. મારી બોડી માટે લડાઈ કરવી જાણું છું. લડાઈ કરવા માટે મારી અંદર હિંમત આવી ગઈ છે. એ બોલવાની અને પૂછવાની કે તમે શું કરી રહ્યા છો અને શું જોઈ રહ્યા છો.