રાજ કુન્દ્રાના ચાર કર્મચારીઓ જ બન્યા તેના દુશ્મન, સરકારી સાક્ષી બની ખોલ્યા અનેક રાજ…
પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાની ધરપકડ બાદ તેની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પોર્ન વિડિયોઝ બનાવવા અને તેને પબ્લીશ કરવાના મામલે ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી. રાજકુમારની ધરપકડ બાદ અનેક ધટસ્પોટ થઈ રહ્યા છે. અનેક એક્ટ્રેસો તેના પર આરોપો પણ લગાવી ચુકી છે.
આ કેસ જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધતી જતી જોવા મળે છે. ક્રાઇમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલને એક મોટી કામયાબી મળી છે. રાજ કુન્દ્રાની કંપનીના જ ચાર કર્મચારીઓ હવે સરકારી સાક્ષી બનવા તૈયાર થઈ ગયા છે.
રાજ કુન્દ્રાના ચાર કર્મચારીઓ સરકારી સાક્ષી બની તેના પોર્નોગ્રાફીના આ ધંધાનો પર્દાફાશ કરવા માટે પોલીસની મદદ કરશે. મળતી માહિતી અનુસાર, ક્રાઈમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલની સામે ચારેય કર્મચારીઓએ ઘણા રહસ્યો ખોલ્યા છે.
કર્મચારીઓએ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જણાવ્યું કે, માત્ર દોઢ વર્ષમાં રાજ કુન્દ્રા પોર્ન વીડિયો દ્વારા આશરે 25 કરોડ રૂપિયા કમાયા છે. આ ઉપરાંત પોર્ન ફિલ્મો દ્વારા જે કમાણી થાય છે તે પહેલાં કેનેરિન કંપનીમાં મોકલવામાં આવે છે અને પછી અન્ય રીતે તે રાજ કુન્દ્રા સુધી પહોંચે છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે હવે રાજ કુન્દ્રા સુધી કઈ રીતે પૈસા પહોંચે છે તેની તપાસ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાન્ચને શંકા છે કે, આ બીજો રસ્તો ક્રિપ્ટો કરન્સી હોઇ શકે છે. આ ઉપરાંત તપાસ દરમિયાન રાજ કુન્દ્રાની સીક્રેટ તીજોરી મળી આવી હતી. તેમાં એક બોક્સ માંથી 51 વીડિયોઝ પોલીસના હાથે લાગ્યા છે.
મળતી માહિતી મુજબ, આ તિજોરીનું રહસ્ય પણ રાજ કુન્દ્રાના કર્મચારીઓએ પૂછપરછ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને જણાવ્યું હતું. આ જાણકારી બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શનિવારના રોજ ફરી એક વખત રાજ કુન્દ્રાની ઓફિસ પર રેઇડ પાડી હતી.