શું ખરેખર હવે નહીં જોવા મળે બબીતાજી તારક મહેતા…માં, પ્રોડ્યુસરે કર્યો મોટો ખુલાસો…

પોપ્યુલર ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અનેક પાત્રોના કલાકારો ફરી ગયા છે. ત્યારે હવે શોમાં બબીતાજીના રોલમાં જોવા મળતી મુનમુન દત્તા પણ છોડીને જતી રહી હોવાની ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. આ વાતની પુષ્ટી શોના પ્રોડકશન હાઉસે કરી છે.

શોમાં બબિતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તાએ જાતિસૂચક શબ્દનો પ્રયોગ કર્યો હતો. જેને કારણે તે ચર્ચામાં આવી હતી. આ ધટના બાદ તેના વિરુદ્ધ ઘણા રાજ્યોમાં ફરિયાદ પણ થઇ હતી. જે બાદ તે તારક મહેતા…માં દેખાઇ નથી. ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે તેણે શો છોડી દીધો છે. 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીની ભૂમિકા અદા કરનાર મુનમુન દત્તા ફરી એક વખત સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. મળતી માહિતી મુજબ, મુનમુન દત્તા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડી રહી છે.

મુનમુન દત્તા બહુ ઝડપથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને છોડી દેશે, આ પ્રકારની ચર્ચા સોશિયલ મીડિયા પર ખૂબ જ ચાલી રહી છે. જોકે આ મુદ્દે પ્રોડક્શન હાઉસે ખુલાસો કરતા કહ્યું કે, મુનમુન દત્તા શો નથી છોડી રહી.

શોના બધા પાત્રો એટલા ફેમસ થઇ ગયા છે કે દરેક કેરેક્ટરના અંગત જીવનમાં શું થઇ રહ્યું છે તેને જાણવા માટે ફેન્સ તત્પર બન્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદીએ આ વાતની પુષ્ટી કરી છે કે મુનમુન દત્તા શો નથી છોડી રહી.

મુનમુન દત્તા પર વિશેષ જાતિ પર ટીપ્પણી કરવાનો આરોપ હતો. જે બાદ તે તારક મહેતા…માં દેખાઇ નથી. ફેન્સ ક્યાસ લગાવી રહ્યાં છે કે તેણે શો છોડી દીધો છે. ખરેખરમાં આ આખો વિવાદ મુનમુન દત્તાના એક વીડિયોથી શરૂ થયો છે. તે વીડિયોમાં તેણે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો.

આ વીડિયો વાયરલ થયા બાદ તેમની સામે ફરિયાદ પણ થઇ હતી. વીડિયોમાં પ્રયોગ કરવામાં આવેલા શબ્દોનો મિનિંગ મુનમુન દત્તાને ખબર પડતા જ તેણે તે વિડીયો ડીલીટ કરી નાખ્યો હતો અને ત્યારબાદ તેણે માફી પણ માંગી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *