ભગવાન કરે રાજ કુન્દ્રા જેલમાં જ સડતો રહે, તેણે મને પણ ફિલ્મોમાં કામ કરવા માટે ફોન કર્યો હતો, અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો…
બોલિવુડની જાણિતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિની સોમવારે પોર્ન ફિલ્મો બનાવવાને લઇને ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુન્દ્રાની ધરપકડ બાદ ઘણા ખુલાસાઓ થઈ રહ્યા છે. કુન્દ્રાને 23 જુલાઇ સુધી કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. મુંબઈ પોલીસ પોર્ન ફિલ્મના માસ્ટરમાઈન્ડની શોધમાં હતી. જેમાં રાજ કુન્દ્રાનું નામ સામે આવ્યું હતું.
રાજ કુન્દ્રા વિરુદ્ધ ફેબ્રુઆરીમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ પાસે પર્યાપ્ત પુરાવા ન હોવાને કારણે તેની ધરપકડ કરવામાં નહોતી આવી. પરંતુ ફેબ્રુઆરીથી જુલાઈ સુધીમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે પર્યાપ્ત પુરાવા એકત્રિત કર્યા હતા. ત્યારબાદ પુરાવાને આધારે રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી.
રાજ કુન્દ્રાની ધરપકડ બાદ અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે યુટયૂબર પુનિત કૌરે રાજ કુન્દ્રા પર આક્ષેપ લગાવ્યો છે કે, તેણે ફિલ્મમાં કામ કરવા માટે મને મેસેજ કર્યો હતો. પુનિત કૌરે કહ્યું કે, આ વ્યક્તિ ખરેખર લોકોને ફસાવી રહી છે.
પુનિત કૌરે સોશિયલ મીડિયા સ્ટોરી પર ઘણા ફોટા શેર કરતા લખ્યું કે, તેણે મને હોટશોટસમાં કામ કરવા માટે DM કર્યો હતો. આ કેપ્શન પુનિતાએ પોતાના એક મિત્ર હરમનને ટેગ કરતા લખ્યું છે.
પુનિત કૌરે રાજ કુન્દ્રા પર આરોપ લગાવતા કહ્યું કે આ વ્યક્તિ ખરેખર લોકોના ફસાવી રહ્યો છે. જ્યારે મને રાજ કુન્દ્રાએ DM કર્યો હતો. ત્યારે મને લાગ્યું કે આ એક સ્પેમ છે. આ ઉપરાંત તેણે સોશિયલ મીડિયા સ્ટોરી પર રાજ કુન્દ્રા સંબંધિત અન્ય ધણા સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે.
પુનિત કૌરે વધુમાં જણાવતા કહ્યું કે, રાજ કુન્દ્રા જેવા વ્યક્તિઓ જેલમાં જ સડવા જોઈએ. પુનિત કૌરે પહેલા ઘણા લોકો રાજ કુન્દ્રા પર આરોપ લગાવી ચૂક્યા છે. સાગરિકા શોના સુમને પણ આરોપ લગાવ્યો હતો. રાજ કુન્દ્રાની કંપનીએ તેનો સંપર્ક કરી વિડીયોકોલ દ્વારા વર્ચ્યુઅલ ઓડિશન આપવા માટે કહેવામાં આવ્યું હતું.